રાષ્ટ્રીય ગિરનાર સ્પર્ધામાં ઝળકેલી ઘેડ પંથકની બે ખેડૂત પુત્રીઓનું ભવ્ય સ્વાગત

  • February 06, 2024 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માંગરોળ તાલુકાના ઘેડ વિસ્તારમાં આવેલ વિરોલ ગામની દિકરી જે પી.ડી.શાહ  એલ.પી.શાહ હાઈસ્કૂલ દિવરાણા ખાતે ધોરણ ૧૦માં અભ્યાસ કરતી સામાન્ય ખેત મજુર પરિવારમાંથી આવતી દિકરી ગરેજા જશુ લખમણભાઈ રાષ્ટ્રીયકક્ષાએ ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં પ્રથમ નંબર પર તેમજ નુનારડા ગામની દિકરી ઘુસર મંજુ અરવિંદભાઈ રાષ્ટ્રીય કક્ષાએ સાતમા નંબર પર આવતા નાલંદા એજ્યુકેશન ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી ચેતનભાઈ પંડ્યા સાહેબ દ્વારા દીકરીઓનું અદકેરું સ્વાગત દીવરાણા ધાર પાસે ડી.જે.ના તાલે દીવરાણા ગામના સરપંચ દીપુભાઈ ગામી તેમજ ગામના મુખ્ય અગ્રગણ્ય આગેવાનો દ્વારા નંબર પ્રાપ્ત કરનાર બહેનો ને ભવ્ય સ્વાગત કરી આવકારેલ.દીવરાણા ગામની મુખ્ય શેરીઓમાંથી રામમંદિર ખાતે ગામના લોકોએ બન્ને બહેનોને સન્માનિત કરેલ. ત્યારબાદ શાળામાં પહોચી શાળાની વિધાર્થિનીઓ એ અદ્દમ્ય ઉત્સાહ સાથે ભવ્ય રીતે આવકારી કુમ કુમ તિલક કરી શાળાને મોટી સિદ્ધિ અપાવવામાં બન્ને વિદ્યાર્થીનીઓને  વધાવેલ. ત્યારબાદ સન્માન સ્વાગત યાત્રા આગળ વધતા ખરેડા પાસે પહોંચતા થલ્લ ી ગામના સરપંચશ્રી છગનભાઈ ચુડાસમા દ્વારા બન્ને વિદ્યાર્થીનીઓને હારતોરા કરી ભેટ આપી કોળી સમાજનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ત્યાંથી ડી.જે.ના તાલ સાથે પાંચસોથી પણ વધુ લોકો વીરોલ ગામમાં સરપંચશ્રી ભગવાનજીભાઈ કામરીયા તેમજ ગામના લોકો એકત્રિત થઈ ભવ્ય રીતે આવકરેલ.ગામની મુખ્ય શેરીમાંથી સૌ કોઈ લોકો પ્રાથમિક શાળાના પટાંગણમાં એકઠા થઈ ગામ વતી બન્ને બહેનોને સન્માનીત કરી પોરબંદરથી આવેલા માંધાતા ગૃપના ભાઈઓ દ્વારા બન્ને બહેનોને સન્માનિત કરેલ.શાળાના ટ્રસ્ટી ચેતનભાઈ પંડ્યાએ ત્રણેય સરપંચનો આભાર માની શાળાના આચાર્ય મિલિન્દભાઈ કોટડીયાએ નેશનલ લેવલ પર પ્રથમ નંબર પર અને સાતમા સ્થાને આવેલ ઘૂસર મંજુબેનના વાલીને પણ સન્માનિત કરેલ.શાળાના શિક્ષક શૈલેષભાઈ મોકરિયા તેમજ વિપુલભાઈ મુછાળ તેમજ બન્ને ટીચર બહેનો ખુશ્બુબેન વૈષ્ણનાણી અને બીનાબેન પરમારને પણ સન્માઙ્ગિત કરેલ.આ ઉપરાંત છેલ્લ ા બે માસથી સતત પ્રેક્ટિસમાં જેમનો અમને સહકાર અને માર્ગદર્શન પ્રાપ્ત થયેલ તેવા રાજુભાઈ પાઠક (ડી.વાય.એસ.પી. કમાન્ડો) તેમનો પણ આ તકે ખાસ આભાર વ્યક્ત કરવામાં આવેલ. આવનારા વર્ષમાં પણ સારું પરિણામ પ્રાપ્ત કરવાના દ્રઢ સંકલ્પ સાથે સૌ કોઈ છુટા પડેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application