જુના જમાનામાં દરબાર સમાજમાં લગ્નની જાનમાં ગાડા ઘોડેસવારો ઉંટગાડી સહિતની જાજરમાન જાનો જોવા મળતી હતી. આવી જાજરમાન જાન ગુંદીયાળા ગામે જોવા મળી હતી. મેંદરડા તાલુકાના ગુંદિયાળી ગામના કાઠી દરબાર ખોડુભાઇ લાલુંના પુત્ર રાજભાઇ લાલુંની જાન જુના રજવાડાને યાદ કરાવે એવી જોવા મળી હતી.આ જાજરમાન જાનમાં ઘોડેસવારો, બળદ ગાડાઓ, ઉંટ સવારી, હાથીની સવારી, બગી, શણગારેલ રથ, બે ઘોડાવાળા રથમાં આ જાન બેન્ડ પાર્ટીની સાથે ગુંદિયાળાથી ઠાઠ માઠ સાથે નીકળી સાસણના ગ્રીનવુડ રિસોર્ટ ખાતે ચાર કલાકે પહોંચી હતી.બે કિલોમીટર આસપાસની લાંબી આ જાજરમાન જાનમાં ઘોડે સવારો, ઉંટ સવારો, બળદગાડાઓ, ખુલ્લી જીપ, બગી, હાથીની અંબાડી તેમજ ૧૦૦થી વધુ ફોર વ્હીલ રજવાડી પોશાક સાથે ડી.જે. બેન્ડ પાર્ટી સાથે કાઠી દરબારના લાલું પરિવારની આ જાનને જોવા લોકોના ટોળેટોળા પણ ઉમટી પડયા હતાં. આમ ખોડુભાઇ લાલું તેમના પુત્ર રાજભાઇના લગ્ન જુના રીત રિવાજ રાજાશાહીના જમાનાને યાદ કરાવે એ રીતે ખૂબ જ ધામધૂમથી કર્યા હતાં. તેમાં ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજભા ગઢવી, હર્ષદાન સુરુ, ચિતુદાન ગઢવી, દેવરાજભાઇ ગઢવી, લલીતાબેન ઘોડાદરા, મંજુલાબેન ગોસ્વામી જેવા નામી કલાકારો હાજર રહ્યા હતાં. જેમાં જુના લગ્ન ગીતોની રમઝટ બોલી હતી. અને ચલણ નોટોનો વરસાદ થયો હતો. રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકા સામે ફુંફાડો મારનાર કોલંબિયા પળવારમાં ઘુંટણીયે
January 27, 2025 10:42 AMઉત્તરાખંડમાં આજથી સમાન નાગરિક સંહિતા લાગુ થશે
January 27, 2025 10:41 AMબજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો કરવા વિચારણા
January 27, 2025 10:39 AMડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો ધમકી આપનાર સાથે શું થયું
January 27, 2025 10:10 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech