સંતો મહંતો, રાજકીય નેતાઓ તેમજ આમંત્રિત મહેમાની હાજરીમાં ભવ્ય સત્કાર સમારોહ: બાળ વૈષ્ણવો દ્વારા અનેક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાય
જામનગરમાં બિરાજમાન અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરૂ શ્રીમદ વલ્લભાચાર્યજીના નિધિ તેમજ પરમ ભગવદીય ગદાધરદાસજીના સેવ્ય શ્રી મદનમોહન પ્રભુની અસીમ અનુકંપા તેમજ મહાકારૂણિક શ્રી મહાપ્રભુજી એવમ શ્રી ગુસાંઈજી પરમ દયાલના અનુગ્રહથી પૂ. ૧૦૦૮ વ્રજભૂષણલાલજી મહારાજના પ્રપૌત્ર, પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી મહાકિવ પૂ. ૧૦૮ હરિરાયજી મહારાજના સુપૌત્ર તથા પૂ. ગો. વલ્લભરાયજી મહોદયના જયેષ્ઠ આત્મજ ચિ. પૂ. ગો. શ્રી રસાર્દ્રરાયજીના શુભવિવાહ પ્રસ્તાવ અ.સૌ.શ્રી નીલિમાબેટીજી શ્રી ભૂપેશજી રેહી ના સુપુત્રી સૌ.કા.ચી. માલવિકાજી સાથે થયા બાદ ગઈકાલે જામનગરના આંગણે ભવ્ય સત્કાર સમારોહ યોજાયો હતો. શુભ વિવાહ પ્રસ્તાવના ઉપલક્ષમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ની ભવ્યતા બાદ અખંડ ભારતના વિવિધ સ્થાનો પરથી પધારેલા આચાર્યોની હાજરીમાં વલ્લભકુળનો ભવ્ય શુભ વિવાહ પ્રસ્તાવ સંપ્પન થયો હતો. આ પાવન પ્રસંગે પધારેલા ગોસ્વામીશ્રી દ્વારા આશીર્વાદ પાઠવ્યા હતાં.
શ્રીનાથદ્વારા થી શ્રીનાથજી મંદિરના પરમ પૂજ્ય શ્રી તિલકાયત વિશાલબાવા, કાશીથી પૂજ્ય પા. ગો. શ્રી શ્યામ મનોહરજી, બરોડાથી દ્વારકેશબાવા, ઇન્દોરથી કલ્યાણરાયજી, અમદાવાદથી રાજુબાવા, કાશીથી શ્યામ મનોહર લાલજી, જુનાગઢથી નવનીતલાલજી, જેતપુરથી બાલકૃષ્ણ લાલજી, કેશોદથી ઉત્સવરાયજી, જૂનાગઢથી શરદરાયજી સહિત વલ્લભકુલના આશીર્વાદ સાથે વિવાહ પ્રસ્તાવ યોજાયા બાદ સત્કાર સમારોહનું આયોજન કરાયું હતું.
આપણી ભારતીય સંસ્કૃતિની છાપ દર્શાવતું ભવ્ય ડેકોરેશન, ભવ્ય આતશબાજી સાથે વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં કાનગોપી રાસ, શાસ્ત્રીય સંગીત, શાસ્ત્રીય નૃત્ય કલા જેવી અનેક કૃતિઓ રજૂ કરાઈ હતી. આ અવસર પર દંપતીને સત્કારવા માટે જામનગરના સંતો મહંતો, રાજકીય નેતાઓ તેમજ આમંત્રિત મહેમાનો અને વૈષ્ણવો પધાર્યા હતા.
આ તકે સ્વામિનારાયણ મંદિરના મહંત ચતુર્ભુજદાસજી મહારાજ તેમજ ખીજડા મંદિરના લક્ષ્મણ રાયજી મહારાજ પધાર્યા હતા. અને વર વધુને આશીર્વાદ પાઠવ્યા હતા. તેમજ હાલારના સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા ,મેયર વિનોદભાઈ ખીમસૂર્યા,શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, કલેકટર બી કે પંડ્યા, ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ, પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ નિલેશભાઈ ઉદાણી, અશોકભાઈ નંદા, હસમુખભાઈ હિંડોચા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ભરતભાઈ મોદી, ભરતભાઈ ફલિયા, સંઘ પરિવાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સત્કાર સમારંભમાં જામનગર શહેર જીલ્લા માંથી તેમજ બહારગામ થી પણ આમંત્રિત મહેમાનો તેમજ બહોળી સંખ્યામાં વૈષ્ણવો પધાર્યા હતાં.
આ સમિતિના પ્રમુખ જીતુભાઈ લાલ, ઉપપ્રમુખ કુરજીભાઈ મુંગરા, મનમોહનભાઈ સોની, સહખજનચી દિનેશભાઈ મારફતિયા, સહ મંત્રી નલીનભાઇ રાજાની, કારોબારી સભ્યો મિતેશભાઈ લાલ, વિપુલભાઈ કોટક, ચેતનભાઈ માધવાણી, દિનેશભાઈ રાબડીયા, અમુભાઈ કારિયા, મનસુખભાઈ રાબડીયા, જયેશભાઈ રૂપારેલિયા, તેમજ 33 કરતાં પણ વધારે સમિતિના હોદેદારો, તેમજ કાર્યકરોએ ઉત્સાહ પૂર્વક આ શુભ વિવાહ પ્રસ્તાવમાં સેવા આપી હતી. અને શહેરના તેમજ દેશ વિદેશથી પધારેલા વૈષ્ણવ એ પણ ખૂબ ઉમંગ અને ઉત્સાહથી ભાગ લીધો હતો. પૂજ્ય ગુરુદેવના આંગણે આવેલા શુભ વિવાહ પ્રસ્તાવ પ્રસંગે સમગ્ર વૈષ્ણવ સમાજ સેવા તથા દર્શનો પરમ આનંદ પ્રાપ્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech