ડીવાયએસપી સમીર સારડાને પોલીસ વડા તથા સ્ટાફ દ્વારા વિદાય અપાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા આશરે સાડા ત્રણ વર્ષથી નાયબ પોલીસ અધિક્ષક તરીકે વિવિધ પ્રકારની નોંધપાત્ર કામગીરી કરી ચૂકેલા સમીર સારડાની બદલી તાજેતરમાં વાંકાનેર એસ.ડી.પી.ઓ. તરીકે કરવામાં આવતા તેમને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ભવ્ય રીતે વિદાયમાન અપાયું હતું. આ પ્રસંગે લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુખ્યત્વે દ્વારકાધીશ મંદિર સુરક્ષાના મુખ્ય અધિકારી તેમજ એસ.સી.-એસ.ટી. સેલ વિભાગના ડીવાયએસપી તરીકે છેલ્લા સાડા ત્રણ વર્ષ કેટલા સમયગાળાથી અવિરત રીતે ફરજ પર રહેલા સમીર સારડાની થોડા દિવસો પૂર્વે મોરબીના વાંકાનેર ખાતે કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રજાલક્ષી નોંધપાત્ર કામગીરીમાં આદરભર્યું સ્થાન મેળવનારા ડીવાયએસપી સમીર સારડાની જિલ્લાની જનતા બાદ ગત સાંજે અહીંના પોલીસતંત્ર દ્વારા સરાહના કરી, તેમને ભાવભર્યું વિદાયમાન અપાયું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના વડપણ હેઠળ તેમના દ્વારા આયોજિત વિદાય સમારોહમાં અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તથા એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ ગતસાંજે ખંભાળિયામાં પોલીસ અધિક્ષક કચેરી ખાતે યોજવામાં આવેલા આ વિદાય સમારોહમાં જિલ્લાભરના પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા પ્રાસંગીક ઉદબોધન કરી અને વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ સાથે એલ.સી.બી. પી.આઈ. ગોહિલ દ્વારા ડી.વાય.એસ.પી. સારડા સાથેના તેમના અનુભવો વર્ણવવામાં આવ્યા હતા. આ ઉપરાંત પી.આઈ. દીપકભાઈ ભટ્ટ દ્વારા તેમના વક્તવ્યમાં વિવિધ બાબતો રજૂ કરવામાં આવી હતી.
આ વિદાય સમારોહમાં ડીવાયએસપી સમીર સારડા દ્વારા જિલ્લામાં તેમની કામગીરી દરમિયાન સ્ટાફ અને અધિકારીઓના સહકાર સાથેના સંસ્મરણો વાગોળી અને અહીંનો તેમનો ફરજકાળ આજીવન અવિસ્મરણીય રહેશે તેવા પ્રતિભાવ સાથે તમામ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સાથે ડીવાયએસપીના ધર્મપત્ની શ્રીમતી પૂનમબેન સારડાએ પણ સમીરભાઈની ડ્યુટી દરમિયાનના તેમના અનુભવો વર્ણવ્યા હતા. કાર્યક્રમના અંતમાં આભાર વિધિ પી.એસ.આઈ. યુ.બી. અખેડ દ્વારા કરવામાં આવી હતી.
વિદાય પામી રહેલા ડીવાયએસપી સમીર સારડાને અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા આકર્ષક સ્મૃતિ ભેટ અર્પણ કરી અને ભાવભરી વિદાય અપાતા લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપિતરાઇ બહેનની ખોટી સહી કરી ૪૦ લાખની લોન મેળવી લીધી
January 24, 2025 03:31 PMભુણાવા નજીક હિટ એન્ડ રન: વાહનની ઠોકરે યુવકનું મોત
January 24, 2025 03:29 PMવકફ બિલના મામલે જેપીસી બેઠકમાં હોબાળો, ૧૦ વિપક્ષી સાંસદ સસ્પેન્ડ
January 24, 2025 03:26 PMSMCની હેટ્રીક: રાજકોટ, આટકોટમાંથી પોણા કરોડનો દારૂ ઝડપાયો
January 24, 2025 03:21 PM26 જાન્યુઆરીએ બનાવો આ 5 ત્રિરંગા વાનગી, ફક્ત બાળકો જ નહીં વડીલો પણ થશે ખુશ
January 24, 2025 03:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech