રાજકોટના આંગણે યોજાશે ભવ્ય આર્ટ ફીએસ્ટા

  • May 29, 2025 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટની રંગીલી જનતા માટે રાજકોટના આંગણે યોજાશે ભવ્ય આર્ટ ફીએસ્ટા. રાજકોટમાં કલા રસીકો અને ખાસ કરીને ચિત્રકળાના શોખીનો માટે કૌશલ્યને ઉજાગર કરવાની એક પહેલના ભાગરૂપે શ્રદ્ધા રાયચુરા દ્વારા ભવ્ય આર્ટ -ફીએસ્ટાનું આયોજન કરવામાં આવ્યું છે. ૧ જુન રવિવારે સવારે ૯ થી રાત્રે ૯ વાગ્યા સુધી આ એક્ઝિબિશનનું સરાઝા હોટેલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઓપનીંગ આરએમસી કમિશનર તુષાર સુમેરા દ્વારા કરવામાં આવશે.


ગુજરાતના આ સૌથી મોટા આર્ટ એક્ઝિબિશનમાં કલાકારોને કળા પ્રદર્શિત કરવાની અમૂલ્ય તક મળશે જેની એન્ટ્રી નિ:શુલ્ક રહેશે. કલાકારોએ મહિનાઓ વર્ષોની મહેનત સાથે ઓઈલ પેન્ટિંગ, એક્રેલિક પેન્ટિંગ દ્વારા કળાને કેનવાસ પર ઉતારવાનો અદ્ભુત પ્રયાસ કર્યો છે. તેમ આજકાલની મુલાકાતે આવેલા આયોજક શ્રદ્ધા રાયચુરાએ જણાવ્યું હતું


૧૩૦થી વધુ આર્ટિસ્ટ અદ્ભુત કળાનું કૌશલ દર્શાવશે

આર્ટ -ફીએસ્ટા આર્ટિસ્ટોને કલા ઉજાગર કરવા માટે એક મંચ પૂરું પડશે જેમાં ૧૩૦થી વધુ આર્ટિસ્ટ પોતાની અદ્ભુત કલાનું કૌશલ દર્શાવશે. આ આર્ટ ફીએસ્ટામાં આર્ટિસ્ટો પેન્ટિંગ ઉપરાંત વિવિધ આર્ટ દ્વારા બનાવાયેલ હેન્ડ મેડ પ્રોડક્ટ પણ રજુ કરશે. જેમાં લીપણ આર્ટ, રેઝીન આર્ટ, સ્ટ્રીંગ આર્ટ, ક્રોશેટ આર્ટ, કલે આર્ટ, વગેરેનો સમાવેશ થાય છે. જે કલાકારો દ્વારા છ-છ મહિનાની સખત મહેનત દ્વારા બનાવવામાં આવેલ છે.


પેન્ટિંગ ઉપરાંત આકર્ષક હેન્ડ મેડ પ્રોડક્ટ

કલાકારો દ્વારા પેન્ટિંગ ઉપરાંત આકર્ષક હેન્ડ મેડ પ્રોડક્ટ પણ બનાવવામાં આવી છે. કેમિકલથી બનતા રેઝીન આર્ટ દ્વારા વિવિધ કીચેઈન, ફ્રેમ, ક્રોશેટ આર્ટ દ્વારા સોફ્ટ ટોયઝ, ફ્લાવર્સ, સ્ટ્રીંગ આર્ટ એટલેકે દોરા અને ખીલી દ્વારા અદ્ભુત ચિત્રો બનાવવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application