BREAKING NEWS

પ્રભાસપાટણમાં કૃષ્ણ–શિવમંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિ - પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

  • June 29, 2026 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રભાસ પાટણ સોમનાથ ખાતે આવેલ સીમ વિસ્તારોમાં નવ નિર્મિત કૃષ્ણનગર સોસાયટીમાં ભવ્ય કૃષ્ણ મંદિર અને શિવમંદિર બનાવવામાં આવેલ છે, તા.૧થી ૩ એમ ત્રણ દિવસ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠl મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં પ્રથમ દિવસે તા ૧ને બુધવારે કાર્યક્રમનો પ્રારભં ૯–૩૦ કલાકે થશે પ્રધાન સંકલ્પ પંચાંગ કર્મ, ૧૧–૩૦ કલાકે કુટીર હોમ, રથયાત્રા, મુર્તિઓ તેમજ દેવતાઓની સ્થાપના, ૫ કલાકે જલાધિવાસ અને ૫–૩૦ કલાકે નવગ્રહ હોમ અને સાંય પુજન તા.૨ને ગુરૂવારના પ્રાત: કૃત્યમ ૯–૧૫ કલાકે, મંડપ પ્રવેશ ૧૧ કલાકે, સ્થાપિત દેવતા પુજન ૧૧–૩૦ કલાકે, ધાન્યધિવાસ ૧૨–૩૦ કલાકે, જલયાત્રા બપોરે ૨–૩૦ કલાકે, મુર્તિઓની સ્થાપના વિધિ બપોરે ૩ કલાકે, મુર્તિઓને શયનાધિવાસ સાંજે ૫ કલાકે અને સાંજનું પુજન, તા.૩ને શુક્રવાર પ્રાત: પુજન સવારે ૯–૧૫ કલાકે, સ્થાપિત દેવતાઓનું પુજન ૧૦–૩૦ કલાકે, મુર્તિ ન્યાસ ૧૧–૩૦ કલાકે, મુર્તિ પ્રાણપ્રતિ ા બપોરે ૧૨–૩૯ કલાકે, ધ્વજારોહણ ૧–૧૫ કલાકે, કલશ સ્થાપન ૩ કલાકે અને પુર્ણાહત્પતી ૪ કલાકે અને છપ્પન ભોગ પ્રસાદી આ ત્રણ દિવસના કાર્યક્રમમાં બપોરે ૧થી ૭ કલાક પ્રસાદી રાખેલ છે. આ કાર્યક્રમમાં મહાનુભાવો તેમજ સાધુ–સંતો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં પધારવા પ્રભાસપાટણ વેરાવળ અને આજુબાજુ ગ્રામ્ય વિસ્તારનાના ધર્મપ્રેમી જનતાને મુખ્ય યજમાન અને સનાતન હિન્દુ ધર્મ સમિતિ અને કૃષ્ણનગર સોસાયટી દ્રારા યાદીમાં જણાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News