રીક્ષાચાલક અને બે અજાણ્યા સામે ફરીયાદ : માધવબાગમાં મહિલા દુકાનદારની નજર ચુકવી બે ગઠીયા 30 હજારની રોકડ લઇ ગયા
જામનગરમાં ઘરફોડ અને વાહનચોરીના બનાવો નોંધાઇ રહયા છે, દરમ્યાનમાં ગોકુલનગર ફાટક નજીક રીક્ષામાં બેઠેલા વૃઘ્ધના ગળામાંથી સોનાની 1.60 લાખની કિંમતની કંઠી સાથે બેઠેલા બે અજાણ્યા ગઠીયા ચોરી કરીને લઇ ગયા હતા. જયારે માધવબાગ-1 ખાતે સોડા શોપમાં ટેબલના ખાનામાં રાખેલા વેપારના રોકડા 30 હજાર અને ડોકયુમેન્ટવાળુ પાકીટ મહિલાની નજર ચુકવીને બે અજાણ્યા શખ્સો ચોરી કરી ગયાની ફરીયાદ દાખલ થઇ છે જેના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલ રામનગર શેરી નં. 5માં રહેતા પોલાભાઇ કરશનભાઇ અસવાર (ઉ.વ.70) નામના વૃઘ્ધ ગત તા. 13ના રોજ પેસેન્જર રીક્ષામાં સમર્પણ હોસ્પીટલથી ગોકુલનગર તરફ જતા હતા ત્યારે રેલ્વે ફાટક, શંકરના મંદિર પાસે પહોચતા રીક્ષાચાલકે પોતાની બાજુમા બેઠેલ પેસેન્જરને પાછળની સીટમાં મોકલી જેમા અગાઉથી જ બે પેસેન્જર અને ફરીયાદી બેઠા હતા.
આગળની સીટવાળાને પાછલી સીટમાં બેસાડતા ગીર્દી કરી ધકકામુકી કરી આ વેળાએ ફરીયાદી પોલાભાઇના ગળામાં રહેલી તુલશીના દાણાવાળી સોનાની કંઠી આશરે ત્રણેક તોલા વજનની જેની અંદાજે કિ. 1.60 લાખની જે ત્રણેક વર્ષ પહેલા લીધી હતી, આ કંઠી રીક્ષાચાલક તથા તેની સાથેના અજાણ્યા માણસો ગળામાંથી કાપી ચોરી કરીને લઇ જઇ એકબીજાને મદદગારી કરી હતી.
પોલાભાઇ અસવાર દ્વારા આ અંગે ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં રીક્ષાચાલક તથા તેની સાથેના અજાણ્યા શખ્સો વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી જેની તપાસ પીએસઆઇ વી.બી. બરબસીયા ચલાવી રહયા છે.
અન્ય એક બનાવમાં જામનગરના ગોકુલનગર વિસ્તાર અયોઘ્યાનગર શેરી નં. 12માં રહેતા હિરેન રમેશભાઇ કણઝારીયા નામના વેપારીએ ગઇકાલે સીટી-સીમાં બે અજાણ્યા ગઠીયા સામે ફરીયાદ નોંધાવી છે. વિગત મુજબ ફરીયાદીના પત્ની સંગીતાબેન માધવબાગ-1, કોપર સીટી બિલ્ડીંગ સાંઢીયાપુલ નજીક સોડાશોપમાં વેપાર કરતા હતા ત્યારે બે અજાણ્યા શખ્સો આશરે 25 થી 27 વર્ષની વયના ત્યાં આવ્યા હતા.
દરમ્યાન ફરીયાદીના પત્નીને વ્યસ્ત રાખી તેણીની નજર ચુકવીને દુકાનના ટેબલના ખાનામાં રાખેલા ધંધાના રોકડા ા. 30 હજાર તથા જરી ડોકયુમેન્ટવાળુ પાકીટ ચોરી કરીને લઇ ગયા હતા. જે ફરીયાદના આધારે પીએસઆઇ એસ.એમ. સીસોદીયા તપાસ ચલાવી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech