શહેરના ઢેબર રોડ પર દિયર સાથે બાઈકમાં જઈ રહેલા પ્રૌઢાના ગળામાં ઝોંટ મારી સમડી રૂપિયા ૪૫,૦૦૦ નો સોનાનો ચેન આંચકી ગઈ હતી જે અંગે ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ સીસીટીવી ફટેજ પરથી બાઈકમાં આવેલા બે અજાણ્યા શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, વાપીમાં રહેતા જયશ્રીબેન કિશોરભાઈ ટાંક (ઉ.વ ૫૮) દ્રારા ભકિતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગત તા. ૨૩૩ ના રાજકોટમાં પીડીએમ કોલેજ પાછળ વિનય સોસાયટીમાં રહેતા પિતાના ઘરે તેમની ખબર કાઢવા માટે આવ્યા હતા. બાદમાં તેઓ અહીં રોકાયા હતા. ગઈકાલ સાંજના લમીવાડી કવાર્ટરમાં રહેતા દિયર જગદીશ વીરજીભાઈ ટાંકના ઘરે જમવાનું હોય જેથી તેઓ અહીં ગયા હતા અને રાત્રિના પૂર્ણ ૧૧:૦૦ વાગ્યા આસપાસ દિયર જગદીશભાઈ તેમને મુકવા માટે જતા હતા. રસ્તામાં ઢેબર રોડ પર મધુરમ હોસ્પિટલની સામે પહોંચતા ડબલ સવારી બાઈકમાં આવેલા શખસો પૈકી પાછળ બેઠેલા શખસે મહિલાના ગળામાં ઝોંટ મારી .૪૫,૦૦૦ ની કિંમતનો સોનાનો ચેન આંચકી લીધો હતો. મહિલાએ દેકારો કરતા આ બંને શખસો પોતાનું બાઈક પૂરપાટ ઝડપે હંકારી નાસી ગયા હતા. ત્યારબાદ આ અંગે પોલીસને જાણ કરી હતી અને બાદમાં ચીલઝડપની આ ઘટના મામલે ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશમાં સ્થાયી થવાની તક, રહેવા માટે મળશે પોતાનું ઘર, અહીંની સરકાર પોતે આપશે 93 લાખ રૂપિયા!
March 30, 2025 06:04 PMઓનલાઈન વેચાઈ રહ્યું છે 2 બેડરૂમવાળું ઘર, નાના પરિવારો માટે એકદમ યોગ્ય!
March 30, 2025 06:01 PM8 કલાક બેઠા રહીને કરોડપતિ બનવાની અદ્ભુત ઓફર!
March 30, 2025 05:57 PMરશિયાએ યુક્રેનિયન શહેર ખાર્કિવ પર લશ્કરી હોસ્પિટલને નિશાન બનાવીને ડ્રોનથી હુમલો કર્યો; 2 ના મોત
March 30, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech