ગોંડલના ભોજપરા પાસે દારુ માટે ગોડાઉન ભાડે રખાયું: રૂા.૧૬ લાખનો દારુ પકડાયો

  • November 18, 2024 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ તાલુકાના ભોજપરા ગામની સીમમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દાનું ગોડાઉન ઝડપી હતું. અહીં દાના કટીંગ સમયે જ પોલીસે દરોડો પાડી ૧૫.૮૦ લાખની કિંમતનો ૨૭૭૨ બોટલ દારૂના જથ્થા સાથે બે રાજસ્થાની શખસોને ઝડપી લીધા હતા. પોલીસે દાનો આ જથ્થો તથા બોલેરો પીકપવાહન સહિત કુલ પિયા ૨૦.૯૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. રાજસ્થાનના સાંચોરમાં રહેતો પ્રકાશ ઉર્ફે સત્યા નામનો શખસ અહીં દાનો વેપલો ચલાવતો હતો અને આ ગોડાઉન પણ એક રાજસ્થાની શખસે ચાર મહિનાથી ભાડે રાખ્યું હોવાનું માલુમ પડું છે. ત્યારે પોલીસે દા પ્રકરણમાં સંડોવાયેલા અન્ય ત્રણ શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઈ આલ, કોન્સ્ટેબલ મહિપાલસિંહ ચુડાસમાને એવી બાતમી મળી હતી કે, ગોંડલ તાલુકાના ભોજપરા ગામની સીમમાં ગોંડલ રાજકોટ હાઇવે પર આવેલ ગેલેકસી પેટ્રોલ પપં પાછળ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શ્રી જોગમાયા નામના ગોડાઉનમાં દાના મોટા જથ્થાની હેરફેર થઈ રહી છે. જે બાતમીના આધારે પોલીસની ટીમે અહીં દરોડો પાડો હતો.
પોલીસ અહીં પહોંચી ત્યારે અહીં બોલેરો પીકપ વાહનમાં દાનું કટીંગ થઈ રહ્યું હતું પોલીસે અહીંથી હાલ ગોંડલના ગુંદાળા રોડ પર ભાડાના મકાનમાં રહેતા મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની કૈલાશ બાબુલાલ જગમાલ રામ ખીચડ (ઉ.વ ૨૨) અને જલારામ ભીખારામ ઉદારામ ખીલેરી (ઉ.વ ૨૮) ને ઝડપી લીધા હતા. પોલીસે અહીં ગોડાઉનમાં તપાસ કરતા બોલેરોમાં અને ગોડાઉનમાંથી મળી . ૧૫,૮૦,૮૫૬ ની કિંમતનો ૨૭૭૨ બોટલ વિદેશી દાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દાનો આ જથ્થો બોલેરો પીકપ વાહન અને મોબાઈલ ફોન સહિત કુલ પિયા ૨૦,૯૦,૮૫૬ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
ઝડપાયેલા બંને રાજસ્થાની શખસોની પૂછતાછ કરતા તેમણે જણાવ્યું હતું કે, આ ગોડાઉન રાજસ્થાનના સાંચોર જિલ્લાના વતની પ્રકાશ ઉર્ફે સત્યા બિશ્રનોઇએ ભાડે રાખ્યું છે અને પ્રકાશ અહીં દાની ગાડી આવે તે ખાલી કરવાનું કામ કરવા તથા દાની ગાડી ભરી મોકલવાનું કામ કરવા માટે તેમને લઈ આવ્યો હોય અને તેમને મહિને પિયા ૩૦,૦૦૦ પગાર આપતો હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે ગોડાઉન માલિકનો સંપર્ક કરતા માલુમ પડું હતું કે, આ ગોડાઉન તેમણે ચારેક મહિનાથી રાજસ્થાનના દાંતીવાસના રહેવાસી નારાયણસિંહ પદમશીને ભાડે આપ્યું હતું. જેથી પોલીસે આ મામલે ઝડપાયેલા બંને શખસો અને અહીં દાનું કારસ્તાન ચલાવનાર પ્રકાશ પે સત્યા તથા ગોડાઉન ભાડે રાખનાર નારાયણસિંહ અને સ્થળ પરથી મળી આવેલ બોલેરો પીકપ વાહન નંબર જીજે ૩૩ ટી ૩૩૪૬ ના માલિક સહિતનાઓ સામે ગુનો નોંધી હાથ ના આવેલા આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

ગોડાઉનમાં દારૂના કટીંગ માટે રાખેલા બે માણસોને રૂા. ૩૦,૦૦૦ પગાર મળતો
દાના આ જથ્થા સાથે મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની અને હાલ ગોંડલમાં ગુંદાળા રોડ પર ભાડે મકાન રાખી રહેતા કૈલાશ અને જલારામ નામના બે શખસોને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પૂછતાછ કરતા રાજસ્થાનના સાંચોર જિલ્લાનું પ્રકાશ પે સત્યા દાના આ ધંધામાં મુખ્ય સૂત્રધાર હોવાનું માલુમ પડું હતું. આ બંને શખસોને તેણે અહીં દાની ગાડી આવે ત્યારે ખાલી કરવા અને દા ભરવા માટેના કામ પર રાખ્યા હોય અને તે માટે તે મહિને પિયા ૩૦,૦૦૦ પગાર ચૂકવતો હોવાનું જાણવા મળ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application