શહેરમાં આપઘાત અને આપઘાતના પ્રયાસના બનાવો ન બન્યા હોઈ એવો એક દિવસ બાકાત રહેતો નથી ત્યારે ગઈકાલે યુવતી ઝેરી દવા પી અને યુવકએ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. અન્ય એક બનાવમાં ૧૮ વર્ષના યુવકે ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં ખસેડવામાં આવ્યો છે.
પ્રા વિગત મુજબ શહેરના બેડી ચોકડી નજીક વેલનાથ પરા શેરી ન–ં ૨૭માં રહેતી દિવ્યા મનજીભાઈ વાણવા (ઉ.વ.૨૨) નામની યુવતીએ ગત સાંજે ઇન્દિરા સર્કલ પાસે ઝેરી દવા પી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના ગાંધીગ્રામ પોલીસને કરતા પોલીસ સ્ટાફ હોસ્પિટલએ પહોંચી જરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર દિવ્યા મેટોડા જી.આઈ.ડી.સી. ગેઈટ નં–૩માં આવેલા મોંજીનીશ કેકના પ્લાન્ટમાં કેક બનાવવાનું કામ કરતી હતી. નિત્યક્રમ મુજબ સવારે કંપનીની બસ ઇન્દિરા સર્કલ પાસે લેવા આવતી હોઈ ત્યારે યુવતી ઘરેથી નીકળી ઇન્દિરા સર્કલ પાસે ઉભી હતી ત્યારે દવા પી લીધી હતી. બનાવની જાણ મવડીમાં રહેતા તેના મોટાબહેન કે, જે મોંજિનીશ કંપનીમાં કામ કરે છે તેને મેસેજ કરીને કરતા મોટા બહેન અલ્કાબેન અને તેના પતિ શુભમભાઈ ઇન્દિરા સર્કલએ દોડી આવ્યા હતા અને દિવ્યાને સિવિલમાં ખસેડવામાં આવી હતી. યાં તેણીએ દમ તોડી દીધો હતો. મૃતક દિવ્યા ત્રણ બહેન એક ભાઇમાં ત્રીજા નંબરે હતી, તેણીએ કયાં કારણોસર પગલું ભયુ એ અંગે પરિવારજનો પણ જાણતા ન હોઈ પોલીસે તપાસ યથાવત રાખી છે.
બીજા બનાવમાં શહેરના હત્પડકો ચોકડી નજીક તિપતિ સોસાયટી શેરી ન.ં ૫૧૦ ના ખૂણે રહેતો અવનીશ દેવેન્દ્રભાઈ ચૌહાણ (ઉં.વ.૨૪)નો યુવક ગઈકાલે ઘરે હતો ત્યારે ગળાફાંસો લગાવી આપઘાત કરી લેતા બનાવની જાણ ૧૦૮ને કરવામાં આવતા ૧૦૮ની ટિમ સ્થળ પર પહોંચી ઈએમટીએ જોઈ તપાસી યુવકને મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ આજીડેમ પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી જરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech