રાણાવાવમાં એકટીવામાં વિદેશી દાની બાર બોટલ લઇ જતી યુવતી ઝડપાઇ છે જેને માલ આપનાર વાંસજાળીયાના શખ્શનુ નામ ખૂલ્યુ છે તે ઉપરાંત પોતે ભાગીદારીમાં આ દા મંગાવ્યાની કબુલાત કરતા ભાગીદાર સામે પણ ગુન્હો દાખલ થયો છે.
વિદેશી દા કબ્જે
રાણાવાવ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સ્ટેશનરોડ પર આસોપાલવ સોસાયટી પાસે એક યુવતી એકટીવા લઇને આવતી હતી અને પોલીસને જોતા આડીઅવળી થવા લાગતા તેને ત્યાંજ અટકાવી દેવાઇ હતી અને એકટીવાના આગળના ભાગે એક થેલો નજરે ચડતા પોલીસે એ થેલો ચેક કર્યો હતો જેમાં વિદેશી દાની બાર બોટલ કિં.ા. ૮૩૫૨ની મળી આવતા પોલીસે તેની પૂછપરછ કરતા એ યુવતી રાણાવાવના સ્ટેશનપ્લોટ વિસ્તારમાં રહેતી માલીબેન ખીમા મોઢવાડીયા હોવાનુ જણાવ્યુ હતુ અને આ દા તેણે વાંસજાળીયાના પોલા વરજાંગ મોરી પાસેથી વહેચાતો લીધાનુ કબુલ્યુ હતુ. એટલુ જ નહીં પરંતુ રાણાવાવના સ્ટેશન પ્લોટમાં રહેતા લખન મુકેશ કિલાણી સામે ભાગીદારીમાં આ દા મંગાવ્યો હતો તેવી કબુલાત આપતા પોલીસે તેની સામે પણ ગુન્હો દાખલ કર્યો છે.
દેશી દાના દરોડા
પોરબંદરના નાગરવાડામાં આવેલી હાથીપગા શેરીમાં રહેતા દિવાળીબેન ઉર્ફે દીવુ વિજય જુંગીને પોલીસે ૨૦૦૦ ા.ની દાની દસ કોથળી સાથે તેના મકાનમાંથી પકડી પાડી છે. ઝૂંડાળા વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતી મંજુબેન ઉર્ફે મંગળા ઉર્ફે મુન્ની પ્રેમજી સોલંકીને તેના મકાનમાંથી ૬૦૦ ા.ની દાની ત્રણ કોથળી સાથે પકડી લેવામાં આવી છે. માધવાણી કોલેજ પાછળ યુગાન્ડા સોસાયટીમાં રહેતા કારા ભીમા ખુંટીને ૨૦૦ ા.ના દા સાથે જી.આઇ.ડી.સી. વિસ્તારમાં જુના પોલીસ સ્ટેશન પાસેથી પકડી લેવામાં આવ્યો છે. માધવપુરના ગણેશ જારા પાસે રહેતા વિજય મોહન સોલંકીને ૮૦૦ ા.ના દા સાથે, માધવપુર ગામે બાપા સીતારામના મંદિર પાસેથી પકડી લેવામાં આવ્યો છે. તો માધવપુરના રાહીતળ વિસ્તારમાં રહેતા સુરેશ બચુ બામરોલીયાને ૬૦૦ ા.ના દા સાથે પકડી લેવામાં આવ્યો છે. ઓડદર ગામે વણકરવાસમાં રહેતો સંદિપ જીવા ચાંચીયા હાજર મળી આવ્યો ન હતો પણ પોલીસે તેના મકાનમાંથી ૨૦૦ લીટર આથો અને કેરબા સહિત ૫૦૦૦ ા.નો મુદામાલ કબ્જે કર્યો છે.
ટ્રાફિક નિયમના ભંગ બદલ કાર્યવાહી
ઠક્કરપ્લોટના તકીયામાં રહેતા શબીર ઇસ્માઇલ હીંગોળજાએ લેડી હોસ્પિટલ પાસે ટ્રાફિકને અડચણપ ફ્રૂટની લારી પાર્ક કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી.એ જ રીતે હજૂર પેલેસની સામેની ગલીમાં રહેતા હર્ષદ હરીશ વાજાએ પોરબંદરના જુના ફુવારા સર્કલ પાસે અકસ્માત થાય તે રીતે ફ્રૂટની લારી રાખતા તેની પણ ધરપકડ થઇ હતી. ખાખચોકમા વિપુલ ટ્રાન્સપોર્ટવાળી ગલીમાં રહેતા પરેશ રમેશ સોલંકીને નશાની હાલતમાં ડ્રાઇવીંગ લાયસન્સ વગર સ્કૂટર ચલાવતા બીરલા કોલોનીના ડી-ગેઇટ સામેથી પકડી પાડવામાં આવ્યો હતો. ઝુંડાળામાં દિવેચા કોળી જ્ઞાતિની વાડી પાસે રહેતા અશોક દિલીપ ચૌરાસીને નશાની હાલતમાં બાઇક ચલાવતા મીલપરા પોલીસચોકી પાસેથી પકડી લેવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech