મૂળ અમદાવાદની અને રાજકોટના સાધુવાસવાણી રોડ પર ચારેક મહિનાથી પ્રેમી સાથે રહેતી યુવતિની તબિયત લથડા બાદ હોસ્પિટલએ ખસેડવામાં આવતા શંકાસ્પદ મોત થયું હતું. બનાવને પગલે યુનિવર્સીટી પોલીસ દોડી ગઈ હતી. યુવતીના મોત અંગે સાથે રહેલા તેના પ્રેમીને પૂછતાં તેણીને બ્લીડીગ થતું હોવાથી ૧૦૮ને જાણ કરી હતી અને હોસ્પિટલ લાવતા મોત થયું છે. પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું છે.
બનવાની પ્રા વિગત મુજબ અમદાવાદની વતની પ્રગતિ અજયભાઈ દાતણીયા (ઉ.વ.૨૧) નામની યુવતી અમદાવાદ અસારવામાં રહેતા પરણિત મનોજ ચમનભાઈ ડાભી (ઉ.વ.૪૦)ની સાથે આખં મળી જતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યેા હતો. અને તેની સાથે ભાગી જતા મનોજ તેને રાજકોટ લાવ્યો હતો અને બંને સાધુવાસવાણી રોડ પર ભાડાનું મકાન રાખી રહેતા હતા. ગઈકાલે પ્રગતિની તબિયત બગડતા મનોજે ૧૦૮માં ફોન કરી કહ્યું હતું કે, મારી પત્નીને ગુ ભાગેથી લોહી નીકળી રહ્યું છે અને હોસ્પિટલ લઇ જવી પડે એમ છે આથી ૧૦૮ની ટિમ સ્થળ પર પહોંચી બેભાન હાલતમાં રહેલી યુવતીને તપાસતા મૃત હોવાનું જાહેર કરી યુનિવર્સીટી પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પાર પહોંચી જરી કાર્યવાહી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. બોલાવી તેમાં સિવિલ હોસ્પિટલએ ખસેડી હતી ત્યાં યુવતીનું મોત નિપજતા બનાવ અંગે પોલીસે જરી કાર્યવાહી કરી મોતનું કારણ જાણવા માટે ફોરેન્સિક પીએમ કરાવ્યું છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ મોત નું સાચું કારણ જાણી શકાશે.
પોલીસની વિશેસ તપાસમાં મનોજ ડાભી અને પ્રગતિ અમદાવાદમાં કોઈ મંદિરે દાણાં જોવડાવવા જતા હતા ત્યારે બંને વચ્ચે પ્રેમ સબધં બંધાયો હતો અને અને બંને ભાગી નીકળ્યા હતા. મનોજ ઘરમાંથી દાગીના અને રોકડ લઇ ગયો હોવાની તેની પત્નીએ અમદાવાદ પોલીસ મથકમાં ગુમ નોંધ પણ કરાવી હોવાનું ખુલ્યું છે. યુનિવર્સીટી પોલીસે તપાસ યથાવત રાખી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રી ઓમકારેશ્વર મંદિર ખાતે મહારુદ્રયાગ યજ્ઞ યોજાયો
December 23, 2024 11:20 AMહરીપર પાસે સોલાર પ્લાન્ટમાં થયેલી બે લાખના વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો
December 23, 2024 11:18 AMપોલીસે બરડા ડુંગરના સરમણિવાવ વિસ્તારમાં દારૂની ભઠ્ઠીનો કર્યો નાશ
December 23, 2024 11:18 AMઘર પાછળ કેમ આવે છે ? પૂછતાં યુવકને મારી નાખવાની ધમકી
December 23, 2024 11:17 AMજામનગરમાં રહેણાંક મકાનમાં ગેસની પાઇપમાં લીકેજ થતા રસોડામાં લાગી આગ
December 23, 2024 11:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech