કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતી પ્રગતિબેન અરજણભાઈ ધોકિયા નામની 18 વર્ષની અપરણિત યુવતીને બે જોડી કપડા લેવા હતા. જે બાબતે તેણીએ પોતાના માતાને વાત કરી હતી. પરંતુ તેણીની માતાએ બે જોડી કપડાં લેવાની ના પાડતા આ બાબતે પ્રગતિબેનને મનમાં લાગી આવ્યું હતું. જેના કારણે તેણીએ શનિવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવ અંગે ક્રિષ્નાબેન અરજણભાઈ ગોવિંદભાઈ ધોકિયા (ઉ.વ. 40) એ કલ્યાણપુર પોલીસમાં જરૂરી નોંધ કરાવી છે.
ગોઈંજની મહિલાએ અકળ કારણોસર આપઘાત કર્યો
ખંભાળિયા તાલુકાના ગોઈંજ ગામે રહેતા હંસાબેન રાજેશભાઈ મકવાણા નામના 28 વર્ષના પરિણીત કોળી મહિલાએ શુક્રવારે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ રાજેશભાઈ અરશીભાઈ મકવાણા (ઉ.વ. 29) એ સલાયા મરીન પોલીસને કરી છે. જે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાંથી પકડાયો ઊંટગાડીની રેસનો જુગાર
April 25, 2025 12:05 PMકાર્તિક નહીં, રણબીર કપૂર માટે મારા દિલમાં ખાસ જગ્યા
April 25, 2025 11:32 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech