લોધીકા પાસે આવેલા એક ગામમાં રહેતી ૧૮ વર્ષીય યુવતીએ વિશાલ સિપરીયા નામના શખસ વિદ્ધ દુષ્કર્મ આચર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે દુષ્કર્મ, મારકૂટ અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આશરે અઢી વર્ષ પહેલા તેને વિશાલ સાથે આંખો મળી જતાં પ્રેમસંબધં બંધાયો હતો. ત્યારબાદ આરોપી વિશાલ યુવતીને મેટોડા જીઆઈડીસીમાં લઈ ગયો હતો ત્યાં તેને ધમકી આપી તેના પર દુષ્કર્મ આચયુ હતું.
ત્યારબાદ ગઈ તા.૨૫ના પણ આરોપીએ યુવતીને મળવા બોલાવી હતી આ સમય આરોપીએ યુવતીને તેની સાથે ભાગી જવાનું કહ્યું હતું. પરંતુ યુવતી ઇનકાર કરતા તેને ધમકાવવા લાગ્યો હતો. અને તેની સાથે મારામારી પણ કરવા લાગ્યો હતો. આ સમયે યુવતીના પિતા જોઈ ગયા હતા. આ સમયે આરોપીએ યુવતીના પિતા સાથે પણ મારામારી કરી હતી. બાદમાં યુવતીએ પરિવારજનોને આરોપીએ હવસનો શિકાર બનાવ્યાની જાણ કરતા અંતે ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદ પરથી મેટોડા જીઆઇડીસી પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને પોકસો એકટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપી વિશાલને સકંજામાં લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech