BREAKING NEWS

પીએમ મોદીની એક ગિફ્ટથી પાર્લેની લોટરી લાગી: માર્કેટમાં ‘મેલોડી’ ટોફીની માંગ આકાશે આંબી; કંપનીએ દિવસ-રાત પ્રોડક્શન વધાર્યું

  • May 22, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટાલિયન પીએમ જ્યોર્જિયા મેલોની વચ્ચે ‘મેલોડી’ ટોફી એક્સચેન્જનો વીડિયો વાયરલ થયા બાદ, પાર્લે પ્રોડક્ટ્સે આ ટોફીનું ઉત્પાદન યુદ્ધના ધોરણે વધારી દીધું છે. કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ મયંક શાહે ગુરુવારે આ અંગે સત્તાવાર માહિતી આપી હતી.


બ્રાન્ડના ઇતિહાસનું ‘સૌથી મોટું કેમ્પેઈન’
મયંક શાહે આ ઘટનાને બ્રાન્ડના ઇતિહાસની સૌથી મોટી જાહેરાત ગણાવી છે. તેમણે જણાવ્યું કે પીએમ મોદી દ્વારા આ ‘સ્વદેશી બ્રાન્ડ’ને મળેલા વૈશ્વિક સમર્થનને કંપની હવે વધુ આગળ લઈ જશે. માર્કેટમાંથી મળેલા શરૂઆતી ફીડબેક મુજબ, ડિસ્ટ્રિબ્યુટર્સ તરફથી અચાનક ભારે ડિમાન્ડ આવી રહી છે.


આંતરરાષ્ટ્રીય ક્રેઝ

માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશોમાંથી પણ આ ચોકલેટ માટેના ઓર્ડર ઝડપથી વધી રહ્યા છે. હાલમાં મેલોડી વિશ્વના 100 થી વધુ દેશોમાં ઉપલબ્ધ છે અને હવે તેની ગ્લોબલ હાજરી વધુ મજબૂત કરાશે.


ક્વિક કોમર્સ અને ઈ-કોમર્સ પર સર્ચનો પૂર
ઇન્ટરનેટ પર વીડિયો વાયરલ થતાં જ લોકો ઓનલાઇન પ્લેટફોર્મ પર મેલોડી ખરીદવા તૂટી પડ્યા છે:


ઓનલાઇન સેલ્સમાં ઉછાળો:
બ્લિંકઇટ, ઝેપ્ટો જેવા ક્વિક કોમર્સ અને અન્ય ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર ‘Melody’ શબ્દના સર્ચ રિઝલ્ટ અને ખરીદીમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે.

તાત્કાલિક એક્શન: કંપનીએ બુધવાર સવારથી જ માર્કેટની સ્થિતિ જોઈને ફેક્ટરીઓમાં મેલોડીનું પ્રોડક્શન વધારવાનો નિર્ણય લીધો હતો.


શું છે આ ‘Melodi’ મીમ્સનું કનેક્શન?

વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર લાંબા સમયથી વડાપ્રધાન મોદી અને જ્યોર્જિયા મેલોનીના નામને જોડીને ‘Melodi’ (મેલોડી) મીમ્સ ખૂબ વાયરલ થાય છે. ઇન્ટરનેટના આ લોકપ્રિય જોકનો ઉપયોગ કરીને પીએમ મોદીએ પોતે જ્યોર્જિયા મેલોનીને મુલાકાત દરમિયાન મેલોડી ટોફીનું પેકેટ ભેટ આપ્યું હતું. આ તકનો ફાયદો ઉઠાવીને પાર્લે પ્રોડક્ટ્સે પણ ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું – “1983 થી સંબંધોમાં મીઠાશ ઓગાળતા.”



ગ્લોબલ બ્રાન્ડ બનાવવાની યોજના

પાર્લેના વાઇસ પ્રેસિડેન્ટના જણાવ્યા મુજબ, "માનનીય વડાપ્રધાને આ સ્વદેશી બ્રાન્ડને વૈશ્વિક મંચ પર ચમકવાની સુવર્ણ તક આપી છે. તેમણે પોતાનું કામ કરી દીધું છે, હવે આ બ્રાન્ડને દુનિયાભરમાં વધુ મોટી બનાવવાની જવાબદારી અમારી છે." કંપનીએ ડિજિટલ મીડિયા દ્વારા આ પ્રસંગને વટાવવાનું શરૂ કરી દીધું છે અને ટૂંક સમયમાં અન્ય મીડિયા માધ્યમો પર પણ તેનું જોરદાર પ્રમોશન કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application