અયોધ્યાના રામમંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જેમાં દિગ્ગજ ઉધોગપતિઓ, બોલિવૂડ અને સાઉથની ઘણી હસ્તીઓ અને સંતોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, મુકેશ અંબાણી અને પત્ની નીતા, અનિલ અંબાણી અને સાઉથના સ્ટાર્સ ચિરંજીવી–રામચરણે હાજરી આપી હતી. બાબા રામદેવ બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જોવા મળ્યા હતા. તે જ સમયે, કેટરિના કૈફ અને પતિ વિકી કૌશલ, આલિયા ભટ્ટ–રણબીર કપૂર, માધુરી દીક્ષિત અને તેમના પતિ ડો. શ્રીરામ નેનેએ પણ સમારોહમાં હાજરી આપી હતી. ગર્ભગૃહમાં સ્થાપિત રામલલ્લાની પ્રતિમા બનાવનાર શિલ્પકાર અણ યોગીરાજે પણ સમારોહમાં હાજરી આપી હતી. તેમણે કહ્યું– હું દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યકિત છું.
કાર્યક્રમમાં હાજરી આપતા પહેલા અનુપમ ખેરે હનુમાનગઢીની મુલાકાત લીધી હતી. કહ્યું, ભગવાન રામ પાસે જતા પહેલા હનુમાનજીના દર્શન કરવા ખૂબ જ જરી છે. આવું વાતાવરણ હિંદુ ધર્મમાં પહેલા કયારેય જોવા મળ્યું નથી. આ ઐતિહાસિક છે. વિવેક ઓબેરોયે કહ્યું કે, હું પહેલીવાર અયોધ્યા આવ્યો છું અને અહીં હું દરેક શ્વાસમાં શ્રી રામની ભકિત અનુભવું છું. રામલલ્લા ૫૦૦ વર્ષ પછી અયોધ્યા પરત ફર્યા ત્યારે લોકોમાં ભારે ઉત્સાહી છે.
મિતાલી રાજે વાતચીત દરમિયાન કહ્યું, જયારે હું અન્ય ધાર્મિક સ્થળોની મુલાકાત લઉં છું ત્યારે હું જે અનુભવું છું તે જ અહીં અનુભવ કરી રહી છું. અમે ઘણા સમયથી આની રાહ જોઈ રહ્યા હતા. આ એક મોટી ક્ષણ છે, એક ઉત્સવ છે. હું અહીં આવીને અને આ ઉત્સવનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆઇપીએલ પ્લેઓફ પહેલા દ. આફ્રિકાના 8 ખેલાડીઓ પોતાના દેશ પરત ફરશે
May 16, 2025 10:39 AMભારતની ઇંધણની માંગ 3.39 ટકા વધીને રોજની 5.74 મિલિયન બેરલ થવાનો અંદાજ
May 16, 2025 10:30 AMપોક્સો કેસ માટે કોર્ટની સંખ્યા વધારવા સુપ્રીમ કોર્ટનો આદેશ
May 16, 2025 10:22 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech