રામેશ્વરનગર વિસ્તારમાં ગેસ રિફિલિંગનું કારસ્તાન એક પકડાયો

  • April 17, 2024 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મકાનમાંથી બિલ વગરના 36 ગેસના બાટલા અને સામાન કબ્જે લેતી એલસીબી

જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા એક શખ્સ દ્વારા રહેણાંક મકાનમાં ગેરકાયદે રીતે ગેસ રીફીલિંગનું કારસ્તાન ચલાવવામાં આવતું હોવાની બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો, અને મકાનમાંથી બિલ આધાર વગરના 36 રાંધણ ગેસના બાટલા, ગેસ રિફિલિંગને લગતી સામગ્રી તથા એક રીક્ષા છકડા સહિતની સામગ્રી કબજે કરી હતી.
એલસીબીના પીઆઇ લગારીયાના માર્ગદર્શન મુજબ પીએસઆઇ કરમટા, પીએસઆઇ મોરી અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે એલસીબીના હરદીપભાઇ, મયુરસિંહને ચોક્કસ બાતમી મળી હતી, કે રામેશ્વરનગર નજીક નવજીવન સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો અજયસિંહ મહોબતસિંહ જાડેજા નામનો શખ્સ રહેણાક મકાનમાં રાંધણ ગેસના નાના મોટા બાટલાઓ સંગ્રહ કરીને ગેરકાયદે ગેસ રીફીલિંગનું કારસ્તાન ચલાવી રહ્યો છે, જે બાતમીના આધારે સાંજે એસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો.

દરોડા દરમિયાન રહેણાક મકાનમાંથી નાના મોટા 36 બાટલા મળી આવ્યા હતા. જેના બિલ આવતા વગેરે માંગતા તેના કોઈ આધાર નહીં હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ દ્વારા 61,000ની કિંમતમાં રાંધણ ગેસના બાટલાઓ તેમજ ગેસ રિફિલિંગની નોઝલ તથા તેને લગતી સામગ્રી ઉપરાંત એક છકડો રીક્ષા સહિત રૂપિયા 1,61,000 ની માલમતા કબજે કરી લીધી છે. જે તમામ સામગ્રી શક પડતી મિલકત તરીકે કબજે કરી લઇ તેની સામે સીટી બી.ડિવિઝન પોલીસ મથકમાં નોંધ કરાવાઈ છે, પકડાયેલ શખ્સની પુછપરછ કરતા ગુલાબસિંહના કહેવાથી રીફીલીંગ કરતો હોવાનું જણાવ્યુ હતું દરમ્યાન પુરવઠા વિભાગને આ બાબતની જાણ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application