લીમડાલેનમાં ઝાડ કાપતી વખતે ગેસની પાઇપલાઇન તૂટતા દોડધામ

  • June 21, 2023 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં આજે ઝાડ કાપવાની કામગીરી ચાલી રહી હતી જે દરમિયાન ગેસ ની પાઇપલાઇન લીકેજ થઈ હોવાથી ભારે દોડ ધામ થઈ હતી. મહાનગરપાલિકાની ટિમ દ્વારા એક ઝાડ ની ડાળીસહિતનો ભાગ તોડવા માટેની પ્રક્રિયાઓ ચાલી રહી હતી,  દરમિયાન  એલપીજી ની લાઈન તૂટી જતાં પાઇપલાઇન માંથી ગેસ નીકળવાનો શરુ થયો હતો. જે અંગે ગેસ કંપની ના વ્યવસ્થાપકોને જાણ કરવામાં આવતાં ગુજરાત ગેસની એક ટીમ લીમડાલેન વિસ્તારમાં આવી ગઈ હતી, અને તાત્કાલિક અસરથી ગેસનું લીકેજ બંધ કર્યું હતું, અને પાઇપલાઇનનું સમારકામ પણ હાથ ધરી લેવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application