મહુવા સહિત ૫૦થી વધુ ઘરફોડ ચોરીને અંજામ આપનાર ટોળકી ઝડપાઇ

  • March 16, 2024 08:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લાના મહુવા સહિત ગુજરાત અને મઘ્યપ્રદેશમાં મળી ૫૦થી પણ વધુ ઘરફોડ ચોરી ગુનાઓમાં સંડોવાયેલી ચાર સભ્યોની ટોળકીને અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઈ ૨૪૯ ગ્રામ સોનું મળી રૂપિયા ૧૪,૯૫,૬૫૬નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.



મહુવા અને અમરેલી જિલ્લાના રાજુલામાં થયેલ ઘરફોડ ચોરીઓના ગુનાઓનો અમરેલી એલ.સી.બી. ટીમે ભેદ ઉકેલીદાહોદ પંથકના શખ્સો ને ઝડપી લઈ હાથ ધરેલી પૂછતાછમાં મહુવાના બંધ મકાનના તાળા તોડી કબાટમાંથી આશરે ૨૦ તોલા સોનાના દાગીનાનીથયેલી ચોરી, રાજુલાના સ્વામિનારાયણ નગર,છતડીયા રોડ ઉપર રહેતા નરેન્દ્રસિંહ બહાદુરસિંહ પરમાર  ગત તા. ૨-૩નાં રોજ પોતાના પરિવાર સાથે મકાન બંધ કરી ધારી ગયેલ હતા.તે દરમિયાન રાત્રીના સમયે મકાનમાં પ્રવેશ કરી, રૂમનું તાળુ તોડી, કબાટમાં રાખેલ રોકડા રૂપિયા ૮ હજાર તથા સોના-ચાંદીના દાગીના અને રૂપિયા મળી કુલ રૂપિયા ૩,૬૫,૦૦૦ની ચોરી અંગેની કબૂલાત આપતા એલસીબીએ 

પકેશ ઉર્ફે પકો ઉર્ફે પંકજ ઉર્ફે પ્રકાશ લાલાભાઈ ભાભોર, (રહે. માતવા, જિ. દાહોદ), નગરસિંહ ઉર્ફે નગરો ગુંડીયાભાઈ મીનામા, (રહે. માતવા, જિ. દાહોદ), સંજય ઉર્ફે દાસ નરસીંગ મછાર, (રહે. જદાખેરીયા, જિ. દાહોદ) તેમજ દિલીપભાઈ મણીલાલ સોની, (રહે. દાહોદ)ની ધરપકડ કરી કરી તમામ પાસેથી 

ઘરફોડ ચોરીમાં ગયેલ સોનાના દાગીના પૈકીનો એક સોનાનો ઢાળીયો વજન૨૪૯ ગ્રામ જેની કિંમત રૂપિયા ૧૪,૯૫,૬૫૬નો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ દરમ્યાન શખ્સોએ ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ ઘરફોડ ચોરી કર્યાનું જણાવતા પોલીસે તમામ શખ્સ સામે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application