સિવિલમાં સિકયોરિટી' યે સેફ નથી ખિસ્સામાંથી મોબાઈલ તફડાવી લેતી ટોળકી

  • September 25, 2024 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સિવિલમાં ચોર ગઠિયાઓ ફરીથી સક્રિય બનતા હવે સિવિલની સિકયોરિટીને જ નિશાન બનાવી છે, ઓપીડી વિભાગમાં નોકરી પર રહેલા સિકયોરિટી ગાર્ડના ખીસામાંથી મોબાઈલ તફડાવી લેતા સજાગતાથી ગાર્ડે ગઠિયા અને તેની સાથેના અન્ય બે ને ગાર્ડની મદદથી પકડી પાડી પ્ર.નગર પોલીસને સોંપ્યા હતા. લોહાનગરના મના રામા મકવાણા સામે ગુનો નોંધ્યો છે.
પ્રા વિગતો મુજબ ઓપીડી બિલ્ડિંગમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતો અફઝલ મકરાણી સવારે નોકરી પર હતો ત્યારે તેના ઉપરના ખીસામાં મોબાઈલ રાખ્યો હોઈ દરમિયાન ગઠિયાએ હાથની કરામતથી મોબાઈલ ફોન કાઢી લેતા ગાર્ડ અફઝલનું ધ્યાન પડી જતા અન્ય સિકયોરિટીની મદદથી તુરતં ગઠિયાને અને તેની સાથેના સગીર સહિતના બે ચોરટાને પકડી પાડા હતા અને ૧૦૦ નંબરમાં ફોન કરી પોલીસને બોલાવતા ત્રણેયને પ્ર.નગર પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. પોલીસ દ્રારા પૂછપરછ કરતા મોબાઈલ ચોરીની કબૂલાત આપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં સોમવાર, બુધવાર અને શુક્રવાર જેવા ટ્રાફિકમાં દિવસે ચોરટાઓ પણ પોતાના મનસૂબા પાર પાડવા માટે હોસ્પિટલમાં પહોંચી હાથની કરામતથી દર્દીઓ અને સ્વજનોના મોબાઈલ, પાકીટ સહિતની વસ્તુઓ ચોરી કરી છુમંતર થઇ જતા હોઈ છે. તો કેટલાક લોકોના બાઈક, રિક્ષા, બેટરી, ટાયર સહિતના સ્પેર પાટર્સ પણ કાઢી ચોરી લઇ જતા અનેક વખતે હોસ્પિટલની સિકયોરિટીએ પકડી પાડી પોલીસને સોંપ્યા છે. તો બીજી બાજુ હોસ્પિટલમાં ચાલતા અન્નક્ષેત્રમાં મફતનું જમવાનું મળી રહેતું હોવાથી આવારા તત્વો પણ અહીં જ પડા પાથર્યા રહેતા હોવાથી હોસ્પિટલમાં ચોરી સહિતના બનાવ વધી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News