વેરાવળમાં મોબાઇલ શોપમાં લાખોની ચોરી કરી ભાગતી તસ્કર ગેંગ રંગે હાથ ઝડપાઇ

  • September 25, 2023 01:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળના જૈન દેરાસર ચોક વિસ્તારમાં મોબાઇલની દુકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. જો કે ચોરીની ઘટનાને અંજામ આપી નાસવા જઈ રહેલ તે સમયે  તસ્કર ટોળકીને પેટ્રોલીંગ કરી રહેલ પોલીસ સ્ટાફએ ઝડપી પાડી હતી. આ તસ્કરોએ મોબાઈલ શોપમાંથી ૧.૪૫ લાખની રોકડ અને ૨૨ જેટલા મોબાઈલો ચોરી કરેલ હોય જેની રિકવરી કરવાની સાથે પૂછપરછ કરી રહી છે. આ મામલે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે 


આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર વેરાવળના જૈન દેરાસર ચોક વિસ્તારમાં આવેલ ભગવતી મોબાઈલ નામની દુકાનમાં મધ્ય રાત્રીના દુકાનના તાળા તોડી પાંચ જેટલા તસ્કરોની ટોળકી દુકાનમાં અંદર ઘુસ્યા હતા. દુકાનમાંથી રૂ.૧.૪૫ લાખની રોકડ રકમ તેમજ જુદી જુદી કંપનીના ૨૨ જેટલા મોબાઈલો ચોરી કરેલા હતા. આ ચોરીની ઘટનાને અંજામ આપવા તસ્કરો મોબાઇલની દુકાનની અંદર મધ્યરાત્રિથી વહેલી સવાર સુધી રહેલ જે દરમ્યાન તેઓએ ખાણીપીણીની પણ મોજ માણી હતી. બાદમાં વ્હેલી સવારે દુકાનની બહાર નીકળી નાસી જઈ રહેલ, ત્યારે તસ્કર ટોળકી પૈકીના બે તસ્કરો પેટ્રોલીંગમાં રહેલ સર્વેલન્સ સ્ટાફના વિપુલ રાઠોડની નજરે ચડી જતા બન્નેની શંકાસ્પદ હિલચાલ જણાતા પૂછપરછ કરતાં ભગવતી મોબાઈલ નામની દુકાનમાં ચોરી કરી હોવાનું જણાવેલ હતુ. આ ટોળકીનો એક તસ્કર મોબાઈલની દુકાનમાંથી ઝડપાઇ ગયેલ જ્યારે અન્ય બે તસ્કરો રોકડ રકમ મોબાઈલો લઈ નાશી છુટેલ તેઓને મોડી સાંજે ઝડપી લેવામાં આવ્યા હતા. હાલ આ ચોરીની ઘટનાના મામલે પોલીસના હાથે ચાર સગીર વયના અને એક પુખ્ત વયનો મળી કુલ પાંચ તસ્કરો ઝડપાઇ ગયા છે જે તમામની વેરાવળ પોલીસ આગવી ઢબે પૂછપરછ કરી રહી છે.આ ચોરીમાં રૂ.૧.૪૫ લાખની રોકડ અને ૨૨ મોબાઈલો મળી અંદાજે ૬ લાખના મુદ્દામાલ અંગે તસ્કર ટોળકી સામે ગુનો નોંધવા પોલીસે તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application