કણકોટ નજીક પુલ ઉપરથી ઝંપલાવી ફર્નિચરના કોન્ટ્રાકટરએ જીવ દઈ દીધો
શહેરમાં આપઘાતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જીવનની મૂંઝવણનો ઉકેલ સમય છે પરંતુ આત્મહત્યા એ અંતિમ માર્ગ નથી એમ છતાં માનવજીવ ક્ષણભરના આવેશમાં આવી પરિવારનો પણ વિચાર કર્યા વગર દેહત્યાગ કરી દેતા અચકાતો નથી. આત્મહત્યાનો વધુ એક કિસ્સો શહેરમાં સામે આવ્યો છે, ફર્નિચરકામના ધંધાર્થીએ કણકોટ નજીક રામનગરના પુલ ઉપરથી છલાંગ લગાવી લેતા નદીના પાણીમાં ડૂબી જવાથી મોત નીપયું છે.
બનાવની મળતી વિગત મુજબ મવડીના માયાણીનગર–૪માં રહેતા રાકેશભાઈ રસિકભાઈ લાઠીયા (ઉ.વ.૪૦) નામના યુવકનો મૃતદેહ કાલાવડ રોડ પર કણકોટ નજીક રામનગરની નદીના પાણીમાંથી મળી આવતા પરિવારમાં કણકોટ નજીક પુલ
અરેરાટી મચી જવા પામી છે. પુલ ઉપરથી કોઈ રાહદારી પસાર થતા હતા ત્યારે એકિટવા અને ચપ્પલ રેઢું જોવા મળતા નજીક જઈ જોતા એકિટવાની ડીક્કીમાં ફોનની રિંગ સંભળાઈ હતી. અજુગતું બન્યાનું લાગતા રાહદારીએ ૧૦૦ નંબર પર ફોન કરી પોલીસને જાણ કરતા તાલુકા પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને ડીક્કી તોડી સતત વાગી રહેલો ફોન રિસીવ કરતા આ ફોનમાં રાકેશભાઈના પરિવારજનો બોલતા હોવાથી રાકેશભાઈનું પૂછતાં પોલીસે સ્થળ પર બોલાવ્યા હતા અને ફાયરને પણ જાણ કરતા મવડી ફાયર બિગ્રેડની ટીમ પણ આવી પહોંચી પાણીમાં તપાસ કરતા રાકેશભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. જે પરિવારે ઓળખી બતાવતા મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલએ ખસેડી જરી કાર્યવાહી પુરી કરી હતી.
મૃતક રાકેશભાઈ ત્રણ ભાઈ એક બહેનમાં મોટા હતા અને નવી સાઈટમાં ફર્નિચરનું કામ રાખતા હતા. રાકેશભાઈના ભાઈના કહેવા મુજબ જુદી જુદી સાઈટ ઉપર ફર્નીચરનું કામ રાખ્યું હોવાથી તેનો માલસામાન લીધો હોય અને તેના પૈસા આપવાના હતા પરંતુ યાં ફર્નિચર કામ કયુ ત્યાંથી પૈસા આવતા ન હોવાથી પોતે આર્થિક મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. ગઈકાલે સવારે ઘરેથી સાઈટ ઉપર કામે જવાનું કહી નીકળ્યા હતા અને બપોરે પુત્ર હેરિકે જમવા માટે ફોન કર્યેા હોઈ ત્યારે પોતાને મોડું થઇ જશે તેમ કહ્યું હતું. સાંજ પડવા છતાં ઘરે ન આવતા અમે ફોન કરતા હતા પરંતુ ફોન નો રીપ્લાય થતો હોવાથી અમે જુદી જુદી સાઈટ પર તપાસ કરી શોધખોળ કરતા હતા. દરમિયાન પોલીસે ફોન ઉપાડી રામનગર પુલ પાસે આવવાનું કહેતા ત્યાં પહોંચતા ફાયરની ટીમે મૃતદેહ બહાર કાઢો હતો.
રાકેશભાઈના મુત્યુથી ૮ અને ૧૧ વર્ષના બે પુત્રએ પિતાનું છત્ર ગુમાવી દેતા તહેવાર ટાણે જ પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. વધુ તપાસ તાલુકા પોલીસે હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી વધુ એકવાર વિજેતા બનાવો
January 26, 2025 03:09 PMરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech