ગોંડલમાં ફ્રુટના ધંધાર્થી પર ધંધાકીય હરિફાઇ સબબ બે શખસોએ હુમલો કર્યો હતો.જેમાં યુવાનને ગળાનાભાગે છરીનો ઘા ઝીંકો દેતા યુવાનને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.યુવાનની ફરિયાદ પરથી પોલીસે બે શખસો સામે મારામારી અને ધમકીની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,ગોંડલમાં નાની બજાર આંબલી શેરીમાંં રહેતા જલ્પેશ ભુપેન્દ્રભાઇ ચાવડા(ઉ.વ ૩૮) નામના યુવાને ગોંડલ સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇકાલે બપોરના સમયે ગોંડલમાં વેરી દરવાજા પાસે ફ્રુટની લારી લઇ ઉભી હતો ત્યારે બાજુની ફ્રુટની લારીવાળા મુકેશ નાનજીભાઇ મકવાણાનો ભાઇ ભાવેશ મકવાણા આવ્યો હતો અને તેણે રેકડીએ રહેલી ફ્રુટ કાપવાની છરી લઇ ગાળો આપવા લાગ્યો હતો.દરમિયાન મુકેશ આવી યુવાનને પકડી રાખ્યો હતો.જયારે ભાવેશે તેને ગળાનાભાગે છરી મારી દીધી હતી.જેથી યુવાન લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયો હતો.આ સમયે યુવાનના પિતા સહિતના આવી જતા આ મુકેશ અને ભાવેશ અહીંથી નાસી ગયા હતાં.જતા સમયે તેમણે ધમકી આપી હતી કે,આ વખતે તો તું બચી ગયો છો હવે તને જીવતો નહીં રહેવા દઉં. બાદમાં યુવાનને પ્રથમ ગોંડલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
યુવાને પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે,આજથી ત્રણ દિવસ પહેલા તે પોતાની રેકડી પર હતો ત્યારે ભાવેશ અહીં આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે,તું શા માટે સસ્તા ભાવે ફ્રુટ વેચી મારો ધંધો ચાલવા દેતો નથી તેમ કહી માથાકૂટ કરી હતી.જે વાતનો ખાર રાખી ગઇકાલે યુવાન પર છરી વડે હુમલો કર્યો હતો.આા અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, અત્યાર સુધીમાં 32 નક્સલવાદીના મોત, હથિયારોનો મળી આવ્યો જથ્થો
October 04, 2024 09:28 PMકલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની યોજાઈ બેઠક
October 04, 2024 09:01 PMરાજ્યભરની આરટીઓમાં શનિવાર 5 ઓક્ટોબરે ટ્રેક ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય
October 04, 2024 08:59 PMPM Kisan Yojana 18th Installment: આવતીકાલે ખાતામાં પૈસા આવશે, 1.75 લાખ ખેડૂતોને 18મો હપ્તો મળશે
October 04, 2024 08:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech