કાલાવડમાં મકાનમાં આગ લાગતા એક લાખની રોકડ બળીને ખાખ

  • November 29, 2023 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ: દસ લાખના દાગીના અને ત્રણ લાખની રોકડ બચાવી લેવાઇ : કાલાવડ ફાયરની ટીમેં બે ટેન્કર વડે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી

કાલાવડ ટાઉનમાં લીમડાચોક વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં એકાએક આગ ભભૂકી ઊઠી હતી. ફાયરની ટીમે જાણ થતાં જ તુરંત દોડી જઇ બે ગાડીનું ફાયર કરી આગ પર નિયંત્રણ મેળવ્યું હતું.
 જોકે ફાયરની ટીમ આગ પર નિયંત્રણ મેળવે તે પૂર્વે ઘરમાં રહેલી રૂપિયા ચાર લાખની રોકડ રકમ પૈકી એક લાખની રોકડ રકમ બળીને ખાખ થઈ ગઈ હતી. તો બીજી તરફ ફાયરની ટીમે ૧૦ લાખ રૂપિયાના ઘરેણા અને અન્ય ત્રણ લાખની રોકડ રકમ બચાવી લીધી હતી.
આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે. આગની ઘટનાની જાણ થવાથી કાલાવડ ટાઉન પોલીસની ટુકડી પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને સમગ્ર બનાવવા મામલે ઊંડાણ પૂર્વકની તપાસ શરૂ કરી છે.
 કાલાવડ તાલુકા મથકે લીમડા ચોક વિસ્તારમાં મુક્તાબેન ક્ધયા વિદ્યાલયની બાજુમાં રહેતા યોગેશભાઈ ધોળકિયાના રહેણાંક મકાને ગઇકાલે ૧૧ વાગ્યા આસપાસ એકાએક આગ લાગી હતી. જેના પગલે મકાન માલિકે તાત્કાલિક સ્થાનિક ફાયર તંત્રને જાણ કરી હતી આગની જાણ થતા જ ફાયરની બે ટીમ બે ગાડી સાથે ઘટના સ્થળે પહોંચી હતી આગ લાગતા જ આ વિસ્તારમાં ટોળા એકત્ર થઈ ગયા હતા.
 કાલાવડ ફાયરની ટુકડીએ તાત્કાલિક દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ પર નિયંત્રણ મેળવ્યું હતું જોકે ફાયર ની ટીમ આગ પર નિયંત્રણ મેળવે તે પૂર્વે ઘરમાં રહેલ ટીવી સહિતનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું. તો બીજી તરફ ચાર લાખની રોકડમાંથી એક લાખની રોકડ પણ બળી ગઈ હતી જોકે ફાયરની ટીમે ૧૦ લાખના ઘરેણા અને ત્રણ લાખની રોકડ બચાવી લીધી હતી. કાલાવડ ફાયર તંત્રના જણાવ્યા અનુસાર આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application