દેશમાં પ્રવર્તી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે દેશના જુદા જુદા ભાગોમાંથી મોટી સંખ્યામાં આગના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગુજરાત હોય કે દિલ્હીના વિવેક વિહારમાં આગની ઘટના હોય. બંને ઘટનાઓએ દેશને હચમચાવી નાખ્યો છે. આ દરમિયાન દિલ્હી મેટ્રોમાં પણ આગ લાગવાની ઘટના સામે આવી છે.
દિલ્હી મેટ્રોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વાળાઓ દેખાઈ રહી છે. વીડિયો રાજીવ ચોક મેટ્રો સ્ટેશનનો છે. વીડિયોમાં મેટ્રો સ્ટેશનની ડિજિટલ ઘડિયાળમાં જોવામાં આવેલો સમય ૬.૨૩ મિનિટનો છે.સમગ્ર ઘટનાની વાસ્તવિકતા દિલ્હી મેટ્રો દ્રારા જણાવવામાં આવી છે. ડીએમઆરસીના પ્રિન્સિપલ એકિઝકયુટિવ ડાયરેકટર અનુજ દયાલે કહ્યું કે વાયરલ થયેલા વીડિયોમાં ટ્રેનની છતમાંથી આછી આગ નીકળતી જોવા મળી રહી છે. આ ઘટના રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર બની હતી.ટ્રેન વૈશાલી તરફ જઈ રહી હતી અને સાંજે ૬.૨૧ વાગ્યે ટ્રેનની ઉપરથી વાળાઓ નીકળવા લાગી. આ ઘટનાને પેન્ટોગ્રાફ લેશિંગ કહેવામાં આવે છે. ઈલેકટ્રીક એન્જીન પર લગાવેલ ડીવાઈસને પેન્ટોગ્રાફ કહેવામાં આવે છે, જેનું કામ એન્જીનમાં વીજળી પહોંચાડવાનું છે
પેન્ટોગ્રાફ લેશિંગ મુસાફરો માટે ખતરો નથી
આ ત્યારે થાય છે યારે કોઈપણ વિદેશી વસ્તુ ટ્રેક પર સ્થાપિત થયેલ ઈલેકટ્રીકલ વાયર અને પેન્ટોગ્રાફ (વાયરમાંથી એન્જીન સુધી વિજળી પ્રસારિત કરતું ઉપકરણ) વચ્ચે અટવાઈ જાય છે. જો કે, આનાથી મુસાફરોને કોઈ પ્રકારનો ખતરો નથી. ઘટનાનું મૂળ કારણ શું હતું તે પણ જણાવ્યું હતું. જો કે વિદેશી વસ્તુ શું હતી અને તે ત્યાં કેવી રીતે ફસાઈ ગઈ તેની તપાસ કરવામાં આવશે.ટ્રેન ૫ મિનિટ પછી રવાના થઈ જે પેન્ટોગ્રાફમાં આગ લાગી હતી તેને તરત જ અલગ કરી દેવામાં આવી હતી અને ૫ મિનિટના વિલબં બાદ ટ્રેન અન્ય પેન્ટોગ્રાફ સાથે વૈશાલી જવા રવાના થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMIND vs PAK: વ્યુઅરશિપનો તૂટ્યો રેકોર્ડ, ભારત-પાકિસ્તાન મેચ માટે JioHotstar પર જોડાયા આટલા કરોડ ચાહકો
February 24, 2025 03:42 PMબામણબોર ચેકપોસ્ટ પાસે બે ટ્રકમાંથી રૂપિયા ૩૫.૪૨ લાખનો દારૂ ઝડપાયો
February 24, 2025 03:40 PMવિધાનસભામાં રાજકોટ મેટરનિટી હોસ્પિટલના સીસીટીવી ફટેજ લીંક થવાનો મામલો ગાજ્યો
February 24, 2025 03:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech