શહેરના સદર બજાર મેઇન રોડ પર આવેલી બેકરીના રો મટીરીયલની દુકાનમાં આજરોજ સવારના સુમારે આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડના સ્ટાફે તાકીદે અહીં પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં અહીં રહેલ રો મટીરીયલ્સ સહિતનો સામાન સળગી જતા અંદાજિત સાતેક લાખનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. શોર્ટ સર્કિટના લીધે આગ લાગ્યનું સામે આવ્યું છે.આગની આ ઘટનાને લઇ પીજીવીસીએલની ટીમ પણ અહીં આવી ગઇ હતી.
આગની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ, આજરોજ સવારના ૫:૧૫ વાગ્યે ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે, સદર બજાર મેઇન રોડ પર આવેલ બેકસ બજાર નામની દુકાનમાં આગ લાગી છે. બનાવના પગલે ફાયર બ્રિગેડનો સ્ટાફ તાકીદે ફાયર ફાઈટર સાથે અહીં પહોંચી ગયો હતો અને પાણીનો મારો ચલાવી અંદાજિત દોઢ કલાકની જહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.આગની આ ઘટનાને લઇ પીજીવીસીએલની ટીમ પણ અહીં આવી ગઇ હતી.ફાયરના સ્ટાફે આજુબાજુમાં આવેલી દુકાનમાં આગ પ્રસરતા અટકાવી હતી. આગની આ ઘટના અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, અહીં બેકરીનું રો મટીરીયલ્સ રાખવામાં આવતું હોય તેમજ પ્લાસ્ટિકનો સામાન સહિતની વસ્તુઓ અહીં હોય આગની આ ઘટનામાં તમામ સામાન સળગી જતા અંદાજિત સાતેક લાખનું નુકસાન થયું હોવાનું દુકાન માલિક નૈસેદ દિનેશભાઈ કારીયાણી દ્રારા જાણવા મળ્યું છે. શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું માલુમ પડું છે. વહેલી સવારે આગ લાગી હોવાથી કોઈ દુકાને હાજર ન હોય કોઈ જાનહાની થવા પામી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં 15થી 20 વર્ષની છોકરીઓને હથિયાર ચલાવવાની આપવામાં આવી રહી છે ટ્રેનિંગ
November 22, 2024 02:48 PMઓનલાઇન જુગારમાં હારી જતાં આપઘાત કરનાર યુવાનનો મોબાઇલ એફએસએલમાં મોકલાયો
November 22, 2024 02:48 PMઇન્સ્ટા.માં ફેક આઇડી બનાવી યુવાને તેની ગર્લફ્રેન્ડનો ફોટો મુકી બિભત્સ શબ્દો લખ્યા
November 22, 2024 02:46 PMતાલુકા પોલીસ સ્ટેશન પાસે યુવાન પર હુમલા બાદ કટારીયા ચોકડી સુધી પીછો કરી માર માર્યેા
November 22, 2024 02:43 PMઓસ્ટ્રેલિયાથી રાજકોટ આવેલા યુવકનો ફાંસો ખાઈ આપઘાત
November 22, 2024 02:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech