જામનગરના કલ્યાણ ચોકમાં હોલસેલની દુકાનમાં આગ

  • March 05, 2024 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સામાન સળગી ગયો : ફાયર બ્રિગેડે આગને કાબુમાં લીધી
જામનગરના કલ્યાણ ચોક, રિધમ માર્કેટમાં આવેલ હોલસેલની દુકાનમાં આજે સવારે અકસ્માતે આગ લાગતા અંદર રહેલો માલ સામાન સળગી ગયો હતો.
જામનગર શહેરના મોરકંડા રોડ, કલ્યાણ ચોક ખાતે આવેલ રિધમ માર્કેટમાં હોલસેલ ડીલર કાસમભાઇની માલીકીની એચ.પી. ટ્રેડીંગ કાું. માં આજે સવારે આગ લાગ્યાનો મેસેજ મળતા ફાયર બ્રિગેડની ટીમ તાકીદે દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવીને આગને ઠારી હતી, આગના કારણે અંદર રહેલા સાબુ, પીપર, બિસ્કીટ, બાકસ, મેગીના જથ્થામાં નુકશાની થઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application