ફાયર બ્રિગેડની ટીમેં હાઇડ્રોલિક ફાયર ફાઈટરની મદદથી ચોથા માળે પાણીના બે ટેન્કરો વડે આગને કાબુમાં લઈ લેતાં વધુ નુકસાની અટકી
જામનગરમાં ડીકેવી કોલેજ રોડ પર આવેલી એક હોટલ માં ચોથા માળે આવેલા એક રૂમમાં અકસ્માતે આગ લાગી હતી, અને આગના લબકારાઓ ચો તરફ દેખાયા હતા. ફાયર શાખાએ હાઇડ્રોલિક ફાયર ફાઈટર નો ઉપયોગ કર્યો હતો, અને ચોથા માળે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લેતાં વધુ નુકસાની અટકી છે. તેમજ સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ લોકોના ટોળા એકત્ર થયા હતા.
જામનગરમાં ડીકેવી કોલેજ રોડ ઉપર ધનવંતરી ગ્રાઉન્ડની સામે આવેલી લાઈમ ટ્રી હોટલ, કે જે ત્રીજા અને ચોથા માળે આવેલી છે. જે હોટલના ચોથા માળે આઠ નંબરના રૂમમાં અકસ્માતે આગ લાગી હતી.
રાત્રિ ના ૧૧ વાગ્યાને ૧૦ મિનિટે આગનો મેસેજ ફાયર બ્રિગેડને મળતાં ચીફ ફાયર ઓફિસર કે. કે. બિશ્નોય, ઉપરાંત અનવરભાઈ ગજણ તેમજ અન્ય ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને હાઇડ્રોલિક ફાયર ફાઈટર નો ઉપયોગ લેવામાં આવ્યો હતો.
જે ફાયર ફાઈટર છેક ચોથા મળે પહોંચાડવામાં આવ્યો હતો, અને ટાવર લેડર મારફતે પાણીના બે ટેન્કરોનો મારો ચલાવી એકાદ કલાકની જેહેમતને લઈને આગ સંપૂર્ણપણે કાબુમાં લઈ લીધી હતી.
હોટલમાં આઠ નંબરનો રૂમ ખાલી હતો, પરંતુ તેની આજુબાજુના રૂમમાં પ્રવાસીઓ રોકાયેલા હતા. જે તમામને ખાલી કરી દેવાયા હતા, જેથી સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ આગ ના લબકારાઓ દેખાવાના કારણે ડીકેવી કોલેજ રોડ પર રાત્રિના સમયે લોકોના ટોળા એકત્ર થયા હતા. ફાયર બ્રિગેડની સમય સૂચકતા ના કારણે આગ વધુ પ્રસરતી અટકી હતી, અને નુકસાની પણ અટકી ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબોર્ડની પરીક્ષામાં બુટ- મોજા પહેર્યા હશે તો એકઝામ હોલની બહાર કાઢવા પડશે
February 24, 2025 10:50 AMટ્રમ્પે USAID ના 2000 કર્મીને કાઢી મુક્યા
February 24, 2025 10:48 AMદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech