આરાધના સોસાયટી વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના બીજા માળે આવેલા ફ્લેટમાં અકસ્માતે આગ લાગતાં દોડધામ

  • October 19, 2023 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફાયર બ્રિગેડે સમયસર પહોંચી જઈ અન્ય ફ્લેટમાં આગ પ્રસરતી અટકાવી લેતાં હાશકારો અનુભવાયો: સાત માળના બિલ્ડિંગમાં રહેલા અન્ય રહેવાસીઓને સ્થાનિક કોર્પોરેટર દ્વારા તુરતજ બહાર કઢાવી લેવાતાં જાનહાની ટળી


જામનગરમાં આરાધના સોસાયટી વિસ્તારમાં આવેલા ઓમ એપાર્ટમેન્ટ ના બીજા માળે આવેલા ફ્લેટમાં અકસ્માતે આગ લાગી હતી, અને જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર બ્રિગેડની ટુકડીએ સમયસર પહોંચી જઈ અન્ય ફ્લેટમાં પ્રસરતી આગને અટકાવી દેતાં વધુ નુકસાની થતી અટકી હતી, જ્યારે અન્ય રહેવાસીઓને બહાર કાઢી લેતાં કોઈ જાનહાની થઈ ન હતી.



આગના આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં આરાધના સોસાયટી વિસ્તારમાં આવેલા ઓમ એપાર્ટમેન્ટ ના બીજા માટે રહેતા સુનિલભાઈ મામતોરા નામના વેપારીના ફ્લેટમાં બુધવારે મોડી સાંજે અકસ્માતે આગ લાગી હતી. માતાજીને કરાયેલા દીવાના કારણે અથવા તો ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થવાના કારણે એકાએક આગ ભભૂકી ઉઠી હતી, અને આગે મોટુ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. 



બીજા માળે લાગેલી આગના લબકારા ત્રીજા માળ સુધી પહોંચ્યા હતા, અને એરંડીશન સહિતની સામગ્રી સળગવા લાગી હતી. આ બનાવવાની તેજ વિસ્તારમાં રહેતા સ્થાનિક કોર્પોરેટર આશિષભાઈ જોષી એ સૌ પ્રથમ ફાયર બ્રિગેડને જાણ કરી દેતાં ચીપ ફાયર ઓફિસર કે. કે. બીશ્નોઈ તેમજ ફાયર અધિકારી જયવીરસિંહ રાણા સહિતની ફાયર શાખાની ટુકડી તુંરતજ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના બે ટેન્કરોનો મારો ચલાવી આગને વધુ પ્રસરતાં અટકાવી હતી. જેથી જાનહાની ટળી હતી.



 જોકે એક ફલેટ ની તમામ ઘર વખરી બળીને ખાખ થઈ હતી. સાત માળના બિલ્ડિંગમાં રહેલા અન્ય રહેવાસીઓને સ્થાનિક કોર્પોરેટર આશિષ જોશી અને તેમના મિત્રોને મદદથી તમામને બહાર કાઢી લેવાયા હતા, જયારે જે ફ્લેટમાં આગ લાગી તે પરિવારને આશીષ જોશીના ઘરે શિફ્ટ કરી દેવાયો હતો. તેથી કોઈ જાનહાની થઈ ન હતી. આગ ના બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application