નાંદુરી ગામમાં રસ્તે ચાલવા બાબતે બે પાડોશીઓ વચ્ચે માથાકુટ

  • October 23, 2023 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક જૂથ દ્વારા હુમલાની સાત સામે ફરિયાદ : એકની અટક


લાલપુર તાલુકા નાંદુરી ગામમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે રસ્તે ચાલવા બાબતે તકરાર ચાલતી હતી, જે મન દુ:ખ ના કારણે એક જૂથ દ્વારા પાડોશી જુથના સભ્યો પર હુમલો કરાયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જેમાં પોલીસે સાત શખ્સો સામે ગુનો નોંધી એકની અટકાયત કરી છે.
લાલપુર તાલુકાના નાંદુરી ગામમાં વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતા મેરગભાઈ હેભાભાઈ કરંગીયા નામના ઉ.વ.50 વર્ષના ખેડૂતે પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના સભ્યો ઉપર પાઇપ, લાકડાના ધોકા અને પથ્થર, ઢીકાપાટુ વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે ભીખા જેતાભાઈ વરુ, ભરત જેતાભાઈ વરુ, સતીબેન દેશુરભાઈ વરૂ, સાગર કારા વ, દુધીબેન કારા વ, મયુર કારા વ અને કુલદીપ લખુ વરુ સામે ફરિયાદ નોંધાવી છે.


પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપી વચ્ચે રસ્તે ચાલવા બાબતે વિવાદ ચાલી રહ્યો છે, અને કોર્ટમાં કેસ પણ કરેલો છે. કોર્ટનો નિકાલ આવ્યે રસ્તો બનાવવાનું કહેવા જઇ સમજાવવા જતા જે સંબંધે મનદુ:ખ રાખીને ગઈકાલે એક જૂથ દ્વારા આ હુમલો કરાયાનું લાલપુર પોલીસમાં જાહેર કરાયું છે. જેમાં પોલીસે એક આરોપી કુલદીપ લખુ વરૂની અટકાયત કરી લીધી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ લાલપુર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application