રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં દીપડાનો આતકં ઓછો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. ઉદયપુરના ગોગુંડામાં એક મંદિરના મહિલા પુજારી પર દીપડાએ હત્પમલો કર્યેા હતો અને આ હુમલામાં પૂજારીનું મોત થયું છે. મળતી માહિતી મુજબ, દીપડો મંદિરમાંથી પૂજારીને ઉપાડી ગયો હતો. મંદિરથી થોડે દૂર પુજારીનો મૃતદેહ મળી આવ્યો હતો. સતત દીપડાના હુમલાથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ૧૦ દિવસમાં દીપડાના હત્પમલાની આ સાતમી ઘટના જેમાં માનવીનો જીવ ગયો હોય.
ગોગુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દીપડાના હુમલામાં એક વૃદ્ધ મહિલા પુજારીનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર ગટ્ટત્પ બાઈ (૬૫) તેના ઘરે એકલી હતી. યારે તેણીનો પતિ સાંજે કામ પરથી ઘરે પરત ફર્યેા ત્યારે તેણીને મળી ન હતી. તેણે ગ્રામજનોને જાણ કરી. પોલીસે જણાવ્યું હતું કે સ્થાનિક લોકોને જંગલમાં વૃદ્ધ મહિલાની સાડીના ટુકડા, કેટલાક ઘરેણાં અને લોહીના નિશાન મળ્યા હતા અને મહિલાનું વિકૃત શરીર થોડે દૂરથી મળી આવ્યું હતું.
વન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે કે મહિલાનું મોત પ્રાણીના હત્પમલાથી થયું છે કે નહીં. દરમિયાન મોડી રાત્રે ગોગુંડાના જંગલમાં એક દીપડો ઝડપાયો હતો. તાજેતરના દિવસોમાં ગોગુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કથિત દીપડાના હત્પમલામાં આ પાંચમું મૃત્યુ છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. વનવિભાગે અગાઉ ગોગુંડામાં ત્રણ દીપડાને પકડા હતા
પાંચ વર્ષની બાળકીને શિકાર બનાવી
તાજેતરમાં જ દીપડાના હુમલામાં પાંચ વર્ષની બાળકીનું પણ મોત થયું હતું. આ ઘટના ગોગુંડા શહેરના મજાવડ ગ્રામ પંચાયતના કુદાઉ ગામમાં બની હતી. બુધવારે સાંજે દીપડો બાળકી સૂરજ (૫) પર હત્પમલો કરીને તેને ખેતરમાં લઈ ગયો હતો. ગ્રામજનોએ બાળકીની શોધખોળ ચાલુ રાખી હતી અને બાદમાં તેની વિકૃત લાશ મળી આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech