પિતાએ ક્રૂરતાની તમામ હદો વટાવી, ૮ વર્ષની માસૂમ પુત્રી પર બળાત્કાર કરીને કૂવામાં ફેંકી

  • September 16, 2024 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મધ્યપ્રદેશના ગુનામાં આઠ વર્ષની પુત્રીની હત્યાના મામલે પોલીસે એક વ્યકિતની ધરપકડ કરી છે. પોલીસને આશંકા છે કે હત્યા પહેલા માસૂમ બાળક પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. પિતા તેમની પુત્રીને શોધવામાં કોઈ રસ દાખવતા ન હતા. છોકરી ગુમ થઈ તે પહેલા તેના પિતા સાથે છેલ્લીવાર જોવામાં આવી હતી.
મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં એક વ્યકિતની તેની આઠ વર્ષની પુત્રીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
ડોકટરે આશંકા વ્યકત કરી છે કે હત્યા પહેલા તેની પુત્રી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો.
એક અધિકારીએ માહિતી આપી હતી કે બાળકીની લાશ કૂવામાંથી મળી આવી હતી અને બાળકીનો એક હાથ અને એક પગ પથ્થર સાથે બાંધેલો હતો. યુવતી ત્રણ દિવસ પહેલા ગુમ થઈ હતી. મૃતદેહ જિલ્લા મુખ્યાલયથી લગભગ ૭૫ કિલોમીટર દૂર ચાચોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવ્યો હતો.
ચાચોડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મચલ સિંહ મંડેલિયાએ માહિતી આપી હતી કે એવી શંકા છે કે બાળકીના પિતાએ માસૂમ બાળક પર બળાત્કાર કર્યેા હતો. કારણકે તે તેની પુત્રીને શોધવામાં કોઈ રસ દાખવતો ન હતો. છોકરી ગુમ થઈ તે પહેલા છેલ્લીવાર તેના પિતા સાથે જોવામાં આવી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે બાળકીનો મૃતદેહ મળ્યા બાદ પોલીસે તેને પોસ્ટમોર્ટમ બાદ તેના પરિવારજનોને સોંપી દીધો. મંડેલિયાએ જણાવ્યું હતું કે રવિવારે સવારે બાળકીના અંતિમ સંસ્કાર બાદ પોલીસે બાળકીના પિતાને કસ્ટડીમાં લીધા હતા. પિતાએ તપાસકર્તાઓને જણાવ્યું કે તેણે છોકરીની હત્યા કરી, તેના હાથ અને પગ પથ્થર સાથે બાંધી દીધા અને ટુવાલમાં વીંટીને તેને કૂવામાં ફેંકી દીધી




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application