કોઠારીયામાં બે સંતાનના પિતાનું પરિણીતા ઉપર બે વખત દુષ્કર્મ

  • March 23, 2024 05:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોઠારીયામાં રહેતા શખસે અહીં નજીક આવેલા વિસ્તારમાં રહેતી પરિણીતાને ફોન કરી મારે તારી સાથે સંબંધ રાખવો છે કહી પરિણીતાની એકલતાનો લાભ લઇ ઘરમાં ઘૂસી જઇ દુષ્કર્મ આચર્યું હતું.બાદમાં પરિણીતાને જો તું સંબંધ નહીં રાખે તો તારા પતિ અને બાળકને પતાવી દઇશ તેવી ધમકી આપી ફરી એક વખત દુષ્કર્મ આચર્યું હતું.જેથી અંતે પરિણીતાએ આ અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કોઠારીયા વિસ્તારમાં રહેતી 27 વર્ષીય પરિણીતાએ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોઠારીયામાં રહેતા જયેશ ગમારાનું નામ આપ્યું છે.

પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,આગાઉ તેમને આ જ વિસ્તારમાં ચાઇનીઝ-પંજાબીની રેકડી હોય જે પતિ-પત્ની મળીને ચલાવતા હતા.તેમની દુકાને આરોપી જયેશ ગમારા નાસ્તો કરવા આવતો હોય જેથી પરિચય હતો.દરમિયાન સાત માસ પૂર્વે મોબાઇલ નંબરની આપ લે થઇ હતી.બાદમાં આરોપી પરિણીતાને ફોન કરતો હતો.

ગત તા. 13/1/2023 ના આરોપી જયેશ ગમારાએ પરિણીતાને ફોન કરી મારે તારી સંબંધ રાખવો છે તેમ કહી બાદમાં તેને પરિણીતા ઘરે એકલી હોવાનો ખ્યાલ હોય તે ઘરે આવી ગયો હતો.અહીં આવ્યા બાદ પરિણીતાને ઉપરના માળે આવેલા રૂમમાં લઇ જઇ દષ્કર્મ આચર્યું હતું.બાદમાં તા. 15/1 ના ફરી ઘરે આવી જો તું સંબંધ નહીં રાખે તો તારા પતિ અને બાળકને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ફરી દુષ્કર્મ આચર્યું હતું.જેથી કંટાળી જઇ અંતે પરિણીતાએ પતિને વાત કયર્િ બાદ તેણે હિંમત આપતા આ ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ 376,376(2), 506(2) મુજબ ગુનો નોંધ્યો હતો.
આ અંગે આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ.બી.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એ.આર.રાઠોડ તથા ટીમે તપાસ હાથ ધરી આરોપી જયેશ ગમારા(ઉ.વ 29) ને સકંજમાં લઇ તેની પુછતાછ કરતા આરોપી કારખાનામાં કામ કરતો હોવાનું અને તે બે સંતાનનો પિતા હોવાનું માલુમ પડયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application