વિજરખી ફાયરીંગ રેન્જ નજીક ખેડુતને ગોળી વાગી

  • November 06, 2023 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બનાવના પગલે દોડધામ : જી.જી. હોસ્પીટલમાં સારવારમાં ખસેડાયો : વાડીમાં કપાસ વિણવાનું કામ કરતી વેળાએ એકાએક ગોળી પડખામાં ઘુંસી

જામનગર નજીક વિજરખી ફાયરીંગ રેન્જ વિસ્તારમાં ગઇકાલે સવારે ફાયરીંગની પ્રેકટીસ ચાલી રહી હતી એ દરમ્યાન રેન્જથી બે કીમી દુર વાડીમાં કપાસ વિણવાનું કામ કરી રહેલા ખેડુત યુવાનને પડખાના ભાગે ગોળી વાગતા ભારે દોડધામ મચી ગઇ હતી, તાબડતોબ યુવાનને જી.જી. હોસ્પીટલમાં ખસેડી ઓપરેશન કરીને ગોળી કાઢી લેવામાં આવી હતી, આ બનાવ અંગે પંચ-એ પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામનગર નજીક વિજરખી ફાયરીંગ રેન્જમાં ગઇકાલે એસઆરપીના જવાનો દ્વારા ફાયરીંગની પ્રેકટીસ કરવામાં આવી રહી હતી, પ્રેકટીસ વેળાએ એકાએક છુટેલી ગોળી નજીકના ખેતરમાં કપાસ વિણવાનું કામ કરી રહેલા મનસુખભાઇ લોખીલ (ઉ.વ.૩૨) નામના યુવાનને પડખાના ભાગે લાગતા તે પડી ગયો હતો આ અંગેની જાણ થતા ખેડુત યુવાનને અત્રેની જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં તબીબ દ્વારા શસ્ત્રક્રીયા કરીને ગોળી બહાર કાઢી લેવામાં આવતા હાલ ખેડુત યુવાનની તબિયત સુધારા પર છે અને સારવાર આપવામાં આવી રહી છે.
બીજી બાજુ આ ઘટનાની જાણ થતા પંચકોશી-એ પોલીસ કાફલો સ્થળ પર અને હોસ્પીટલ દોડી ગયો હતો, નિવેદનો લીધા હતા અને પડખામાંથી કાઢેલી ગોળી કબ્જે લઇને બનાવ ખરેખર કેવી રીતે બન્યો એ દિશામાં તપાસ આગળ ધપાવી છે, અત્રે ઉલ્લેખનીય છે કે વિજરખી ફાયરીંગ રેન્જના નજીકના વિસ્તારમાં અગાઉ પણ અકસ્માતે ગોળી છટકી ગયાની ઘટનાઓ સામે આવી ચુકી છે, અગાઉ એક યુવાન સહિત બે ને આ પ્રકારે પ્રેકટીસ દરમ્યાન નજીકના એરીયામાં ગોળી લાગી હતી, અગાઉ સ્થાનીક લોકો દ્વારા આ મામલે રજુઆતો પણ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application