ફિલ્મ જોવા, કપડાં લેવા નકલી પોલીસ બની યુવાન પાસેથી રકમ પડાવી હતી

  • January 30, 2025 04:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચોટીલાના લાખણકા ગામે રહેતા યુવાનને ૮૦ ફટ રોડ પર અમુલ સર્કલ પાસે બે શખસોએ રોકી પોલીસ હોવાનું કહી ફીટ કરી દેશું તેવી ધમકી આપી મારમારી ૨૩ હજાર પડાવી લીધા હતા. જે અંગે ગુનો નોંધાયા બાદ થોરાળા પોલીસ મથકના સ્ટાફે તપાસ હાથ ધરી સગીર સહિત બેને ઝડપી લીધા હતા. ઝડપાયેલ શખસ પૈકી દૂધસાગર રોડ પર રહેતો સલીમ ઉર્ફે જીગો અગાઉ આ રીતે પૈસા પડાવવા સહિતના સાત ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો હોવાનું અને સગીર પણ બે ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં ફિલ્મ જોવા અને કપડાં લેવા માટે યુવાન પાસેથી નાણાં પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી તેમણે પડાવેલી રકમ અને ગુનામાં ઉપયોગમાં લીધેલ એકટિવા વાહન કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, ચોટીલા તાલુકાના લાખણકા ગામે રહેતો ભાવેશ વિઠ્ઠલભાઈ ખોરાણી(ઉ.વ ૩૦) નામનો યુવાન ગત તારીખ ૨૬૧ ના રોજ અહીં રાજકોટમાં તેમના ભાભી હોસ્પિટલમાં દાખલ હોય જેથી આવ્યો હતો અને બાદમાં અહીં ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા તેના ભાઈના ઘરે જતો હતો. દરમિયાન રાત્રિના ૮૦ ફુટ રોડ પર અમુલ સર્કલ પાસે નંબર પ્લેટ વગરના એકટિવામાં આવેલા બે શખસોએ યુવાનને રોકયો હતો અને કહ્યું હતું કે, તું ચુનારાવાડ પાસે એક ક્રી સાથે ઊભો હતો અને અમે ત્યાંથી તારો પીછો કરીએ છીએ તેમ કહી કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી યુવાન સાથે મારકૂટ કરી તેની પાસેથી . ૨૩,૦૦૦ પડાવી લીધા હતા. જે અંગે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
દરમિયાન થોરાળા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ એસ.એસ.રાણેની રાહબરી હેઠળ પી.એસ.આઇ ડોબરીયા, એસઆઇ દેવશીભાઈ ખાંભલા, હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ જાડેજા સહિતનાઓએ તપાસ હાથ ધરી આ ગુનામાં શ્યામનગર મેઇન રોડ પાસે ગોપાલ ડેરી નજીકથી સલીમ ઉર્ફે જીગો ગફારભાઈ ઠેબા (ઉ.વ ૨૪ રહે.હાલ ચામુંડાનગર, ચોટીલા મૂળ રહે ગુજરાત હાઉસિંગ બોર્ડ આકાશદીપ સોસાયટી દૂધસાગર રોડ,રાજકોટ) અને ગંજીવાડા વિસ્તારમાં રહેતા સગીરને ઝડપી લીધો હતો. પોલીસે આ બંને પાસેથી તેમણે યુવાન પાસેથી પડાવેલી પિયા ૨૩ હજારની રોકડ અને ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલ નંબર પ્લેટ વગરનું એકટીવા કબજે કયુ હતું.
પોલીસની તપાસમાં આ બંને શખસોએ કડકી દૂર કરવા અને ફિલ્મ જોવા તથા કપડાં લેવા માટે યુવાનને પોલીસની ઓળખ આપી પૈસા પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલ આરોપીમાંથી સલીમ ઉર્ફે જીગા સામે અગાઉ શહેરના થોરળા પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પ્ર.નગર, તાલુકા પોલીસ સ્ટેશન, એ ડિવિઝનમાં આ પ્રકારે પૈસા પડાવી લેવા, વાહન ચોરી સહિતના ૭ ગુના નોંધાઈ ચૂકયા છે. તેમજ ૨૦૨૨ માં તે પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચુકયો છે. યારે બાળ આરોપી સામે પણ બે ગુના નોંધાઈ ચૂકયા હોવાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application