બાખડતાં આખલાઓ શો-રૂમમાં ઘૂસી જતા તોડફોડ: વેપારીઓમાં નાસભાગ
ખંભાળિયાની મેઈન બજાર વિસ્તારમાં શુક્રવારે ઢળતી સાંજે બે મજબૂત આખલાઓ બાખડી પડતા થોડો સમય ભારે ભય સાથે દોડધામ મચી જવા પામી હતી.
ખંભાળિયામાં શાક માર્કેટ વિસ્તારમાં મેઈન બજાર ખાતે ગઈકાલે શુક્રવારે સાંજે આશરે સાતેક વાગ્યાના સમયે અહીં વિચરતા બે ખૂંટિયાઓ સામસામે આવી ગયા હતા. થોડી જ વારમાં આ બંને આખલાના યુદ્ધે જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ બંને આખલાઓ શિંગડા ભરાવીને આખી બજારમાં બાખડ્યા હતા. બાખડતા બાખડતા આ ખૂંટિયાઓ એક શોરૂમમાં ઘુસી જતા આ શોરૂમમાં કેટલીક તોડફોડ પણ મચાવી હતી. આ મલ્લ યુદ્ધના કારણે આ વિસ્તારના દુકાનદારોએ પોતાની દુકાનોના શટર ફટાફટ દીધા હતા. આટલું જ નહીં, અહીં ઉપસ્થિત લોકોએ આખલાઓ પર પાણીનો છંટકાવ કરી, વિખુટા પાડવાનો પ્રયાસ કરતા આ પ્રયાસ પણ સદંતર નિષ્ફળ મેળવ્યો હતો.
આશરે દસેક મિનિટ સુધી મેઈન બજાર વિસ્તારમાં ભય અને દોડધામનો માહોલ પ્રસરાવી, આ ખૂંટીયાઓએ વેપારીઓને તેમજ વાહન ચાલકોને ભારે ચિંતામાં મૂકી દીધા હતા. શહેરના યક્ષ પ્રશ્ન એવા રસ્તે રઝળતા ગૌવંશને નાથવા તંત્રની નિષ્ફળતાનો આ વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાગરિક બેન્કની ચૂંટણીમાં ખુદ કલ્પક મણિયાર સંસ્કાર પેનલ સાથે મેદાનમાં ઉતર્યા
November 08, 2024 08:54 PMજામનગરમાં ગુરુનાનક દેવજીની 555 મી જયંતીની ઉજવણી કરવામાં આવશે
November 08, 2024 06:55 PMપી.એમ. ઇન્ટર્નશીપ યોજનાનો લાભ લેવા ઈચ્છુક જામનગર જિલ્લાના ઉમેદવારો તા.૧૦ નવેમ્બર સુધી અરજી કરી શકશે
November 08, 2024 06:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech