પોરબંદરમાં જિલ્લાકક્ષાના મોડેલ ફાયર સ્ટેશનનું છ કરોડ પંદર લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ છે. પોરબંદરથી આઠ કિ.મી. દૂર વનાણા નજીક બનનારા આ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય સહિત મહાનુભાવોએ કર્યુ હતુ. ત્યારે એવ જાહેરાત થઇ હતી કે માત્ર પોરબંદરને જ નહીં પરંતુ જિલ્લાના ત્રણેત્રણ તાલુકાને આ ફાયરસ્ટેશન ખૂબ ઉપયોગી સાબિત થશે.
પોરબંદરમાં નગરપાલિકા દ્વારા શહેરથી આઠ કિ.મી. દૂર પાંચ હજાર મીટર જગ્યામાં છ કરોડ પંદર લાખના ખર્ચે મોડલ ફાયરસ્ટેશન બનવા જઇ રહ્યુ છે જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા, નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, પૂર્વ કેબિનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા, સુધરાઇ સભ્યો લાખાભાઇ ભોજાભાઇ ખુંટી, દિલીપભાઇ કેશુભાઇ ઓડેદરા, છાયા નગરપાલિકાના પૂર્વપ્રમુખ ભોજાભાઇ કાનાભાઇ ખૂંટી, ભલાભાઇ મૈયારીયા સહિત સુધરાઇ સભ્યો અને આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ હતુ.
ત્યારે આ ફાયરસ્ટેશનમાં ૩ મોટા ફાયર ટેન્ડર અને ૩ મીની ફાયર ટેન્ડર સમાવવાની ક્ષમતા ધરાવતો ફાયર બ્રિગેડ સ્ટેન્ડ બાય એરિયા, ઓફિસ બિલ્ડીંગ, રેસીડેન્સીયલ બ્લોક વીથ પાર્કિંગ એરીયા (જી +પાંચ) કુલ બાવીસ બ્લોક, મોકડ્રીલ એરિયા, વોટર ટેન્ક, સ્મોક ચેમ્બર, વર્કશોપ અને વોશીંગ એરીયા, ફરતે સી.સી. રોડ અને કમ્પાઉન્ડ વોલ (૭૦૦મીટર) સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે જે ફાયર સ્ટેશન બનવા જઇ રહ્યુ છે તે પોરબંદર જિલ્લાના ત્રણેત્રણ તાલુકા પોરબંદર, રાણાવાવ તથા કુતિયાણાને ફાયદાકારક સાબિત થશે અને ઇમરજન્સી કોઇપણ બનાવ બને ત્યારે બચાવ કામગીરી માટે ફાયર જવાનો તાત્કાલિક પહોંચી શકે તેવા હેતુ સાથે સરકાર દ્વારા આ જગ્યા પસંદ કરવામાં આવી છે અને વહેલીતકે તેનુ કામ સંપન્ન થતા વર્તમાન સમયમાં જે ફાયરના નવા પડકારો ઉભા થયા છે તેને પહોંચી વળવા અને સમગ્ર જિલ્લામાં સેવા આપવા આ ફાયર સ્ટેશન સક્ષમ બનશે. તેમ પણ જણાવાયુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech