પોરબંદરમાં જિલ્લાકક્ષાની રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
કમિશ્નર-યુવક,સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ-ગાંધીનગર દ્વારા આયોજીત અને પોરબંદર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા રાસ-ગરબા સ્પર્ધા ૨૦૨૪ નું આયોજન નવરાત્રીને ધ્યાનમાં રાખીને ટુંક સમયમાં થઈ રહ્યું છે.
આ સ્પર્ધામાં રાસ-ગરબામાં ભાઈઓ અને બહેનો માટે, તથા પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબા બહેનો માટે રહેશે.આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતી તમામ લાગતી વળતી સંસ્થા, શાળા,ટીમ,મંડળી અને કલાસીસ વગેરેએ અરજી નિયત નમુનામાં કરવાની રહેશે.જેમાં રાસ સ્પર્ધાની વયમર્યાદા ૧૪ થી ૪૦ વર્ષ સુધીની રહેશે અને ગરબાની સ્પર્ધા માટે વયમર્યાદા ૧૪ થી ૩૫ વર્ષ સુધીની રહેશે.જેનું અરજી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધી સ્મૃતિ ભવન, કનકાઈ માતાના મંદિર પાસે, ચોપાટી રોડ, પોરબંદર ખાતેથી મેળવીને જરૂરી આધાર પુરાવા સાથે તા. ૧૦.૯.૨૦૨૪ના બપોરે ૨:૦૦ કલાક સુધીમાં એ કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે.સમય મર્યાદા પુર્ણ થયા બાદ મળેલ કોઈ પણ એન્ટ્રી સ્વીકારવામાં આવશે નહિ તેમ પોરબંદર જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, પોરબંદર દ્વારા એક યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિહોર શહેરમાં વેવાઈ-વેલા બાખડતા મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો
May 21, 2025 03:09 PMબન્ને હાથ ન હોવા છતાં વરલના કરણ મકવાણાએ સાબિત કર્યુ કે કશું જ અશક્ય નથી
May 21, 2025 03:06 PMમાવતરમાં રહી ઓશિયાળું જીવન જીવતી પરિણીતા, પુત્રીનું 8000 ભરણપોષણ
May 21, 2025 02:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech