ભાવનગર જિલ્લાના વરલ ગામના યુવાન કરણ મકવાણા એ સાબિત કર્યું છે કે, વ્યક્તિનું નસીબ હાથથી નહીં પણ મનોબળ, મહેનત અને સમર્પણ દ્વારા લખવામાં આવે છે. બંને હાથ ન હોવા છતાં કરણ સંપૂર્ણ છે.
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામના વતની કરણ વિઠ્ઠલભાઈ મકવાણાનામના યુવાન કે જેને વીજકરંટ લાગવાથી બન્ને હાથ ગુમાવી દીધા હતા. કરણના બન્ને હાથ નથી. છતાં તે ખેતીકામ સાથે જોડાયેલા છે. ખેતરમાં પાણી વાળે છે. ખેતી સાથે જોડાયેલું તમામ કામ કરણભાઈ કરે છે.
ટાણા નજીક આવેલ ગુંદાળા ગામે વિપુલભાઈ તેજાણીની સાથે કરણભાઈ ભાગ્યા તરીકે ખેતી સાથે જોડાયેલા છે.તેમને કામ કરતા જોઈને ભલભલા આશ્ચર્યચકિત થઈ જાય છે. કપરી પરિસ્થિતિથી નાસીપાસ ન થયા કરણભાઈએ ઘણી મોટી હિંમત બતાવી છે.
કરણભાઈનો એ જ સંદેશ છે કે, ક્યારેય પણ યુવાઓ ડિપ્રેશનમાં કે કપરી પરિસ્થિતિથી નાસીપાસ ન થતા અને એનો સામનો કરવો જોઈએ. જેથી ભગવાન પણ તમને મદદ કરવા મજબૂર થાય જાય, વ્યક્તિ શારીરિક રીતે વિકલાંગ હોવા છતાં જો મનનો જુસ્સો અકબંધ હોય તો કોઇપણ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તમામ કામ સરળ બની જાય છે. કહેવાય છે તમે એક વખત કઈ નિશ્ચિય કરી લો, જો તેને માટે રાત-દિવસ, શારીરિક-માનસિક સ્થિતિ કઈ પણની દરકાર કર્યા વગર કે કોઈ ફરિયાદ કર્યા વગર જો ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરો તો સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુભાષનગરના અત્યંત જર્જરિત શૌચાલયના સમારકામનું ચોઘડીયું કયારે આવશે?
May 21, 2025 06:12 PMપોરબંદરમાં ટ્રાફિકને અડચણરૂ પ કેરીનું વેચાણ કરતા દસ ધંધાર્થીઓને થયો દસ હજારનો દંડ
May 21, 2025 06:06 PMકુછડી નજીક કાર ચલાવી રહેલા ૧૭ વર્ષ ૧૦ માસના કિશોરનું અકસ્માતે નિપજ્યુ મોત
May 21, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech