રાજકોટના પેડક રોડ પાસેના વિસ્તારનો બનાવ: આરોપી મંગેતર સાથે વાત કરવા બાળાના ઘરે આવતો: પાણી આપવાના બહાને ઉપરના માળે બોલાવી ગંદી હરકતો કરી: રાત્રીના બાળાને દુ:ખાવો થતાં માતા પિતાએ પૂછતા નરાધમનું કારસ્તાન બહાર આવ્યુંઆજકાલ પ્રતિનિધિ
રાજકોટ
રાજકોટમાં જઘન્ય અપરાધની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના પેડક રોડ પાસેના વિસ્તારમાં રહેતા પરિવારની દસ વર્ષની બાળકી જેને મામા કહેતી હતી તે શખસે તેણીને પાણી આપવાના બહાને ઉપરના મમાં બોલાવી હતી. બાદમાં મોબાઇલમાં પોર્ન ફિલ્મ બતાવી આ નરાધમે બાળકી સાથે બીભત્સ અડપલા કર્યા હતા. રાત્રીના બાળાને ગુભાગે દુ:ખાવો થતો હોય આ બાબતે માતાપિતાએ પૂછતા તેણે મામાએ આચરેલા આ કૃત્યની વાત કરી હતી. બાદમાં આ બાબતે બાળકીની માતાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પેડક રોડ પાસેના વિસ્તારમાં રહેતા મરાઠી શખસ સામે પોકસો એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ ધુણાસ્પદ બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ, પેડક રોડ પાસેના વિસ્તારમાં રહેતા મહિલાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મૂળ મહારાષ્ટ્ર્રના વતની અને હાલ રાજકોટમાં પેડકર રોડ પાસે ખત્રીવાડવાળી શેરીમાં નવનાથ રિફાઇનરીના ઉપરના માળે ભાડેથી રહેતા શ્રીનિવાસ ચંદરભાઈ યમગરનું નામ આપ્યું છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આરોપીને ફરિયાદી અને તેનો પરિવાર છેલ્લા ૧૫ વર્ષથી ઓળખતો હોય અને બાળકી આરોપીને મામા કહેતી હતી. આરોપીની તાજેતરમાં સગાઈ થઈ હોય જેથી તે મંગેતર સાથે ફોનમાં વાત કરવા અહીં ફરિયાદીના ઘરે આવતો હતો અને ઉપરના મે બેસી મંગેતર સાથે વાત કરતો હતો. દરમિયાન ગત તારીખ ૮ ૧૨ ના તેણે બાળકીને પાણી આપવાના બહાને ઉપર બોલાવી હતી ત્યારબાદ આ નારાધમે બાળાને મોબાઈલમાં પોર્ન વીડિયો બતાવી તેણીના ગુભાગે અડપલા કર્યા હતા અને તેને ધમકી આપી હતી કે જો તું આ બાબતે કોઈને વાત કરીશ તો તને ખૂબ જ મારીશ જેથી ડરી જાય બાળકી આ બાબતે કોઈને વાત કરી ન હતી.
રાત્રીના બાળાને ગુભાગે દુ:ખાવો થતો હોય જેથી આ બાબતે માતા પિતાએ તેણીને પૂછતા બાળકોએ મામાએ કરેલા આ કુત્યની વાત કરતા માતા–પિતા ચોંકી ઉઠા હતા. આરોપીએ આ પહેલા પણ આ રીતે છેલ્લા ચાર માસ દરમિયાન બાળકી સાથે આવુ કૃત્ય કયુ હતુ પણ તે ધમકાવતો હોય બાળકી ડરી ગઇ હતી. આ મામલે બાળકની માતાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી શ્રીનિવાસ યમગર સામે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ બી ડિવિઝન પોલીસમાં મથકના પીઆઈ એસ.એસ. રાણે ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech