પોરબંદરના ઉદ્યોગગૃહોના પડતર પ્રશ્ર્નોનું નિરાકરણ કરાવવા થઇ માંગ

  • August 30, 2024 04:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના વનાણા અને ધરમપુર જી.આઇ.ડી.સી.ના ઉદ્યોગગૃહોના પડતર પ્રશ્ર્નોનું નિરાકરણ કરાવવા કેન્દ્રીય મંત્રીને ‚બ‚ રજૂઆત કરવામાં આવી છે.પોરબંદર જીલ્લા ભાજપના સંપુર્ણ સહકારથી પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજીત પોરબંદર જીલ્લા-શહેરનાં ઔદ્યોગિક, આર્થિક વિકાસનાં પ્રશ્ર્નો અને ઉકેલો માટે આયોજીત મિટીંગમાં કેન્દ્ર સરકારનાં  કેબીનેટમંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાનું તથાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને રજુ કરેલા પ્રશ્ર્નોની વિગતવાર માહિતી સમયે પોરબંદરના પુર્વ ધારાસભ્ય અને પુર્વ કેબીનેટમંત્રી બાબુભાઈ બોખીરીયા, ભાજપ પ્રભારી પ્રદિપભાઈ ખીમાણી, જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ મજીઠીયા, સેક્રેટરી અશોકભાઈ મોઢા, કલેક્ટર ધાનાણી, એસ.પી. તેમજ અન્ય અગ્રગણ્ય નાગરીકોની હાજરીમાં ડીસ્ટ્રીકટ ચેમ્બરવતી પુર્વ પ્રમુખ અને ઈન્ડ. ડેવ. કમિટીનાં ચેરમેન પદુભાઈ રાયચુરા તરફથી ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાને આપેલા પ્રશ્ર્નોમાં આ મિટીંગમાં કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવિયાને પોતાનું વકતવ્ય પુરુ કરી અન્યત્ર જવાની ઉતાવળ હોવાથી પદુભાઈએ અર્જુનભાઈ મોઢવાડિયાને આપેલા પ્રશ્નોની યાદીની યાદી-પઠન જાહેરમાં કરી શકેલ નહોતા પરંતુ શહેરનાં હાજર રહેલા અનેક નાગરીકોએ  અર્જુનભાઈને ક્યા કયા પ્રશ્ર્નોની યાદી આપી છે તે બાબતે વારંવાર અનેક લોકો તરફથી પુછતાછ આવતી હતી.



જેમાં ચોક પાઉડરના અનેક યુનિટોને રાજયના માઈનીંગ ડીપાર્ટમેન્ટ દ્વારા બતચ બંધ કરી દેવાથી રોયલ્ટી પાસ મળી શક્તા નથી. જો કે તેમાં રાજય સરકારની જ કાર્યશીલતાની ખામી હતી તેથી  મુખ્યમંત્રી સાથે બેઠક યોજી આ પ્રશ્ન ઉકેલ લાવી આપશો.વનાણા જી.આઈ.ડી.સી.માં નોન પોલ્યુટેડ ઉદ્યોગો આવેલ છે.જેમાં ફીશરીઝ ઉદ્યોગો માટે સારો સ્કોપ છે.નજીકમાંથી પસાર થતી નર્મદાની પાણીની લાઈનમાંથી પુરતા પ્રમાણમાં પાણી આપવાની વ્યવસ્થા ગોઠવી આપશો. આ બાબતે  બાબુભાઈ બોખીરીયાએ પણ પ્રયત્નો કરેલા છે.જી.આઈ.ડી.સી. ધરમપુરમાં નવા બનતા ડ્રેનેજનાં અતિભારે બીલો નયમહ તરફથી મળેલા છે. જે રકમ માત્ર ૧ મહિનામાં ભરવાની થાય છે જેની ટોટલ રકમ આશરે ‚. ૪ થી ૫ કરોડની થાય છે જો મોડા ભરાય તો ૧૨% વ્યાજ લગાડાય છે.જે હજુ આવતા બે વર્ષો સુધી આ જ રીતે બીલો આવવાના છે.વિનંતી છે કે, મુખ્ય પ્રધાન તથા ઉદ્યોગ મિનીસ્ટરને મળી આ બીલોના વગર વ્યાજે પાંચ-પાંચ વર્ષોનાં હપ્તાઓ કરાવી આપો.



ધરમપુર જી.આઈ.ડી.સી.માં દબાણ હેઠળ રહેલી ૨૪ હેકટર જમીન અશોકભાઈ શર્મા  જે તે વખતનાં કલેકટરે ખાલી કરાવી આપી છે તેમાં નયમહ નાના પ્લોટો બનાવવાની તૈયારી કરે છે તે અટકાવી આ જમીન લાર્જ સ્કેલ ઉદ્યોગ માટે રીઝર્વ રાખવા ભલામણ કરવા વિનંતી છે.૨૦ વર્ષો કરતા પણ વધુ વર્ષોથી કબ્જામાં રહેલી ઔદ્યોગિક હેતુઓ માટેની નવી શરતની જમીનમાં સુક્ષ્મ તેમજ લઘુ ઉદ્યોગકારોને પ્રિમીયમ લીધા વિના જુની શરતમાં ફેરવી આપવા માટે રાજય સરકારને ભલામણ કરવા વિનંતી છે.સુપ્રિમ કોર્ટ દ્વારા ૨૦૧૬ માં લો ગ્રેડ બોકસાઈટ નિકાશકારોની તરફેણમાં રોયલ્ટી બાબતનો ચુકાદો આવતા બોકસાઈટ ખાણ માલિકોએ આશરે ‚. ૭૦ કરોડનાં રીફંડની માંગણી કરી છે તે ૬/૦ વર્ષોથી લટકેલી પડી છે તે રકમ છુટી કરાવી આપવા વિનંતી છે. આ રકમ પાંચ માસમાં ચુકવી આપવા રાજય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં લેખિત ખાત્રી આપી છે છતાં આજે ૧૨ મહિનાથી આ પેમેન્ટ થયું,લો ગ્રેડ બોકસાઈટ નિકાસ કરનારાને લાગુ પડતી લો ગ્રેડની રોયલ્ટી ચાર્જ કરવાનાં બદલે રાજય સરકાર દ્વારા જે રોયલ્ટી સૌથી ઉંચા ગ્રેડની હોય તે વસુલવામાં આવે છે અને નિકાસ થયા બાદ ભદમ ગકભગ ક હભચતય રજુ કરી રીફંડ લેવાની સીસ્ટમ ચાલે છે તેમાં વિજયભાઈ ‚પાણીએ નિકાસકાર પાંસેથી બોન્ડ લઈ લાગુ પડતા ગ્રેડની જ રોયલ્ટી લેવાનો ઓર્ડર કરેલો તેની કોઈ અમલવારી થતી નથી.


નિકાસકારોના આશરે ૭૦/૮૦ કરોડ આજે પણ રોકાયેલા છે.આ બાબતે મુખ્ય પ્રધાન દ્વારા બોન્ડ સાથે લાગુ પડતા ગ્રેડની જ રોયલ્ટી વસુલવામાં આવે તે સીસ્ટમ ચાલુ કરાવી દેવા વિનંતી છે.દ્વારકા જીલ્લામાં ૧૯૭૯-૮૩ દરમિયાન બોકસાઈટનાં કેપ્ટીવ વપરાશ માટે બોક્સાઈટનાં લીઝો અપાયેલા તેમાં ચાર દાયકાથી થતા સતત માઈનીંગનાં કારણે રીઝર્વ ઘણો ઘટી ગયો છે.પ્રાઈવેટ લેન્ડમાં પુષ્કળ રીઝર્વ છે,તે માટે કેન્દ્ર સરકારે છુટછાટ આપી છે પરંતુ તેની પ્રોસેસમાં ૪૪ ટેબલો ઉપર ફાઈલો ફરતી હોવાથી ત્રણ ત્રણ વર્ષો સુધી તેનો નિકાલ થતો નથી.દેશને રોજગારીનું, વિદેશી હુંડિયામણનું અને રાજયને રેવન્યુની ખુબ મોટી નુકશાની થઈ રહી છે તે બાબતે મુખ્ય પ્રધાનનું ધ્યાન દોરી ઉકેલ લાવી આપો.



લો ગ્રેડ બોકસાઈટ ઉપર કેન્દ્ર સરકારે ૨૦૧૪-૧૫માં ૧૫% એકસપોર્ટ ડ્યુટી લગાવી છે તે બાબતે રાજયને ઘણું નુકશાન થઈ રહ્યું છે તેથી રાજય સરકાર જો કેન્દ્રને ભલામણ કરશે તો જ આ ડયુટી નીકળશે તેવું અમોને તેના સેક્રેટરીએ કહ્યું છે તો આ બાબતે ભલામણ કરવા વિનંતી.લો ગ્રેડ બોકસાઈટની એક્સપોર્ટ પરમીશનો લેવાનો રાજય સરકારનો કાયદો કોઈ રીતે વ્યાજબી નથી. કારણ વગર માત્ર અધિકારીઓના અમને સંતોષવા લાગુ પાડેલ છે.ભબકભ ફા મફયદન ખગકયદભકક અન્વયે કાં તો આ સીસ્ટમ સદંતર નાબુદ કરો અથવા તેને ઓનલાઈન કરવા માટે રાજય સરકારને ભલામણ કરવા વિનંતી છે.આ દરમિયાન એકસપોર્ટ પરમીશન માટે ૨૮ ટેબલો ઉપર ફરતી ફાઈલોના પ્રોસેસને અતિ ટુંકાવવા રાજય સરકારને ભલામણ કરવા વિનંતી.કેન્દ્ર સરકારનાં તા.૨ નવેમ્બર ૨૦૨૧નાં ગેઝેટ મુજબ કલમ ક્ષ*ખ લાગુ પાડીને કેપ્ટીવ માલનાં વ્હેચાણ માટે લાગુ પાડેલ કાયદો નોન કેપ્ટીવ માલોને પણ રાજય સરકારે લાગુ પાડી તેનાં ઉપર ડબલ રોયલ્ટીની વસુલાત કરાય છે. આજે દ્વારકા જીલ્લાની બોકસાઈટની ખાણોમાં લો ગ્રેડ આશરે ૧૩૫ લાખ ટન માલ ખાણો ઉપર સ્ટોક થયો છે તેને રીલીઝ કરાવવા રાજયસ૨કા૨ જાગૃત થાય  તે માટે ભલામણ કરવા વિનંતી.ગુજરાત મેરીટાઈમ બોર્ડ મીનરલ નિકાસકારોને માત્ર ૧ મહીના માટે જ પોર્ટ પ્લોટો ભાડે આપવાનો નવો કફ. બનાવ્યો છે.


જયારે મીનરલ નિકાશકારોને આ પ્લોટો બારેમાસ વપરાશમાં લેવા પડતા હોય છે નવા કફ. મુજબ બીજા મહીને ડબલ ભાડું, ત્રીજા મહીને તેનાથી કબલ ભાડું, ચોથા મહીને તેનાથી ડબલ ભાડું આ રીતે તો નિકાશ બંધ જ થાય છે.અત્યારે એક વર્ષ માટે છુટછાટ આપી છે તે કાયમી કરવા ભલામણ કરવા વિનંતી છે.પોરબંદર ઓલવેધર જેટીનો ઓરીજીનલ ડ્રાફટ ઠઈપ મીટર હતો તે અત્યારે ટળટઈપ મીટરનો રહ્યો છે.આ બાબતેનોખએ સતત ડ્રેજીંગ કરી ફરી ઠઈપ મીટરનો ડ્રાફટ ડીકલેર કરવા વિનંતી છે.


પોરબંદર શહેરની પ્રજાને ખુબ પરેશાની કરતા શહેર વચ્ચેથી પસાર થતા રેલ્વેનાં શન્ટીંગને સ્ટેશનથી પશ્ચિમ દિશામાં ઉપયોગ કરવાનાં બદલે ધરમપુર જી.આઈ.ડી.સી. પાછળ નવું શન્ટીંગ સ્ટેશન બનાવી ત્યાં ફેરવવું. આવતી રેલ્વે રીવર્સમાં ત્યાં ચાલી જશે અને ઉપડતી રેલ્વે રીવર્સમાં આવશે.માત્ર કડીયા પ્લોટ ફાટક જ બંધ રહેશે. 
જી.આઈ.ડી.સી. ફાટક માટે ઓવરબ્રીજ છે.ખાસ વિનંતી છે કે, આ બાબતે ધારાસભ્ય અને સાંસદ સમય આપી ઉપરોક્ત દરેક પ્રશ્ર્નોનાં વિષે વિસ્તૃત જાણકારી મેળવી આવનારા સમયમાં ઉકેલો લાવી આપશે. તેવી અપેક્ષા પદુભાઇ રાયચુરાએ રાખી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application