લાઠીના રાજવી પરિવારના વંશજે રૂપાલાના સામે કર્યેા બદનક્ષીનો દાવો

  • March 29, 2024 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પરશોત્તમ રૂપાલાએ માફી માગી છતાં અભદ્ર ટીપ્પણી મામલે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે. રાયમાં રૂપાલા સામે ભારો રોષ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે કોર્ટમાં બદનક્ષીનો દાવો કરાયો છે. કોંગ્રેસ નેતા અને લાઠી સ્ટેટનાં રાજવી પરિવારના વંશજે આ દાવો કર્યેા છે. આદિત્યસિંહ ગોહિલે રાજકોટ જિલ્લામાં કોર્ટમાં રૂપાલા સામે બદનક્ષીનો દાવો કરતા મામલો વધુ ગરમાયો છે. રાજકોટ લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવારપરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટીપ્પણી કરતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. રાયમાં રાજપૂત સમાજ દ્રારા આવેદન આપી વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ ચૂંટણીમાં ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ચિંમકી રાજપૂત અગ્રણીઓએ આપી છે. ગુજરાતની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ પાલાએ પોતાના ચૂંટણીપ્રચાર દરમિયાન રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધતી વખતે આપેલા નિવેદન અંગે તાજેતરમાં વીડિયો જાહેર કરીને માફી માગવી પડી હતી. પરંતુ રાજપૂત સમાજમાં પાલાના વિવાદિત નિવેદનને લઇ રોષ હજુ પણ યથાવત છે.

રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, ખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા ખી સમાજ નહોતો ઝૂકયો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી–બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, એમના ભરોશે તો રામ આવ્યો હતો. તે દિવસે આ લોકો તલવાર આગળ નહોતા ઝુકયાં, તે તો નાની સમાજ છે.

પાલાએ ક્ષત્રિય રાજાઓને લઇ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય રાજપૂત સમાજ ભારે રોષે ભરાયો છે. અંગ્રેજો સામે ક્ષત્રિયોએ નમીને રોટી–બેટીના વ્યવહાર કર્યાનું નિવેદન આપ્યા બાદ વિવાદ થયો છે. ચુંટણી સમયે ભાજપ નેતાનું આ નિવેદન ભારે પડી શકે છે જેને લઇને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ આ મુદ્દાને લઇ એકિટવ થયા છે. તેઓ રાજકોટ પહોચ્યા હતા અને વિવાદને લઇ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી.
પરશોત્તમ પાલાના કરેલા બફાટ બાદ સૌરાષ્ટ્ર્ર નહી પરંતુ સમગ્ર ગુજરાતના ક્ષત્રિયો રોષે ભરાયા છે. મહેસાણા જિલ્લામાં શ્રી રાષ્ટ્ર્રીય રાજપૂત કરણી સેના સહિત ક્ષત્રિય રાજપૂત સંગઠનો દ્રારા આવેદન આપવામાં આવ્યુ હતું. યારે ઐંઝા પોલીસ મથકે પરશોત્તમ રૂપાલા સામે ફરિયાદ નોધવા અરજી કરવામાં આવી છે. રાજપૂત સમાજ અંગે વિવાદિત નિવેદન બાદ પરશોતમ પાલા ચારેબાજુથી ઘેરાયા છે. પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે ઉત્તર ગુજરાત ૫૨ ગોળ રાજપૂત સમાજમાં રોષ વ્યાપ્યો છે. અભદ્ર નિવેદન વિદ્ધ ઐંઝા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવા માટે અરજી આપવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application