બંગાળની ખાડીમાં સાઉથ ઈસટ દિશામાં ગઈકાલે વેલમાર્ક લો પ્રેસર સર્જાયા પછી આજે સવારે બંગાળની ખાડીના મધ્ય ભાગમાં ડિપ્રેશન છવાઈ ગયું હતું. ગણતરીના કલાકોમાં જ આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં બદલાઈ ગઈ છે અને પ્રતિ કલાકના ૭૦ કીલોમીટરની ઝડપે પવન ફુકાવાનું શ થયું છે.
ઇન્ડિયન મેટરોલોજીકલ ડિપાર્ટમેન્ટના સાયકલોન બુલેટિનમાં જણાવ્યા મુજબ આવતીકાલે આ સિસ્ટમ સાયકલોનીક સ્ટ્રોમમાં એટલે કે વાવાઝોડામાં પરિવર્તિત થશે. આ વાવાઝોડાને આ વખતે 'રેમલ' નામ આપવામાં આવ્યું છે. રેમલ શબ્દ અરેબિક છે. કાલે બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાયા પછી પવનની ગતિ પ્રતિ કલાકના ૬૦ થી ૧૦૦ કિલોમીટરની થઈ જવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. આ વાવાઝોડું બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા તરફ આગળ વધશે અને તારીખ ૨૬ ના રોજ તેની ગતિ પ્રતિ કલાકના ૧૦૦ થી ૧૩૦ કિલોમીટર વચ્ચે રહેશે. વાવાઝોડું તારીખ ૨૬ ના બપોરે ૧૨:૦૦ વાગ્યાની આસપાસ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા વચ્ચે લેન્ડફોલ થશે અને લેન્ડફોલની આ પ્રક્રિયા બપોરે બારથી રાત્રિના નવ વાગ્યા સુધી ચાલુ રહેશે.વાવાઝોડાના કારણે ઓડીસા પશ્ચિમ બંગાળ અને દક્ષિણના અનેક રાયોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજની પોરબંદર-મુઝફ્ફરપુર ટ્રેનનું યુપી બિહારમાં રૂટ પરિવર્તન
April 25, 2025 10:25 AMસમાજમાં બદનામીના ડરથી આરંભડાના યુવાને ટ્રેન હેઠળ પડતું મૂક્યું
April 25, 2025 10:23 AMમોરબીમાં કારખાનાની ગરમ પાણીના નિકાલની ગટરમાં પડી જતા બાળકીનું મોત
April 25, 2025 10:22 AMગોમટા પાસે ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ પર દરોડો: ૧૦ ઝડપાયા
April 25, 2025 10:20 AMઓન-લાઇન ગેમ વડે જુગાર રમવા લોકોને પ્રેરતા કલ્યાણપુરના સોશિયલ મીડિયા પ્રમોટરો સામે ગુનો
April 25, 2025 10:19 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech