10 લાખ ડોલરમાં બેન્જામિન નેતન્યાહુની હત્યા માટેનો થયો હતો સોદો

  • September 19, 2024 04:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈરાને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટ સહિત અનેક અગ્રણી નેતાઓની હત્યાનું કાવતરું ઘડ્યું હતું  પરંતુ ઇઝરાયેલ દ્વારા તેની યોજનાને નિષ્ફળ બનાવી દેવામાં આવી હતી.  આજે ઇઝરાયેલની સુરક્ષા સેવાઓએ માહિતી આપી હતી કે ષડયંત્રમાં સામેલ થવાની શંકાના આધારે એક નાગરિકની ધરપકડ કરવામાં આવી છે.


આરોપી નાગરિક ઈરાનના સંપર્કમાં હતો અને બે વખત ગુપ્ત રીતે તેહરાન પણ ગયો હતો. લેબનોનમાં હિઝબુલ્લાહ પર પેજર અને વોકી-ટોકી હુમલા બાદ ઈઝરાયેલે આ મોટા ષડયંત્રનો ખુલાસો કર્યો હતો.


ગયા મહિને કરવામાં આવી હતી ધરપકડ


ધરપકડ કરાયેલ વ્યક્તિ ઈઝરાયેલનો નાગરિક છે. તેણે બેન્જામિન નેતન્યાહુ, સંરક્ષણ પ્રધાન યોવ ગેલેન્ટ અને શિન બેટના વડાની હત્યાનું કાવતરું ઘડવા ઈરાનમાં બે બેઠકોમાં ભાગ લીધો હતો. ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા શિન બેટ અને ઇઝરાયેલ પોલીસે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે ગયા મહિને તેની ધરપકડ કરવામાં આવી હતી.


ઈરાન આતંકવાદી હુમલા કરવા માંગતું હતું


શિન બેટે કહ્યું કે ઈરાન ઈઝરાયેલમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવા માટે ગુપ્ત માહિતી એકત્રિત કરવાનો અને ઈઝરાયેલીઓની ભરતી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આમાં તે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોનો ઉપયોગ કરવા માંગે છે.


ઈઝરાયેલનો નાગરિક તુર્કીના રસ્તે ઈરાન પહોંચ્યો હતો


આ વર્ષે એપ્રિલમાં એક ઈઝરાયેલી વ્યક્તિ ઈરાનમાં રહેતા એક શ્રીમંત ઉદ્યોગપતિને મળવા માટે સંમત થયો હતો. આ પછી ઈઝરાયેલના નાગરિકને તુર્કી થઈને ઈરાન લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની મુલાકાત વેપારી અને અન્ય લોકો સાથે થઈ હતી. આ દરમિયાન ઈરાની સુરક્ષા અધિકારી પણ હાજર હતા.


ઈરાને સોંપ્યું હતું આ કામ


ઈરાને ઈઝરાયેલના નાગરિકને તેના માટે કામ કરવાની ઓફર કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે તેને હથિયારો પહોંચાડવાના હતા. ભીડભાડવાળી જગ્યાઓની તસવીરો લેવાની. તેમજ ઈરાન માટે કામ ન કરતા ઈઝરાયેલના નાગરિકોને ધમકાવવાના છે. આ પછી ઈઝરાયેલનો નાગરિક પોતાના દેશ પરત ફર્યો. ઑગસ્ટમાં ટ્રકમાં છુપાઈને તે ફરી ઈરાન પહોંચ્યો.


નેતન્યાહુની હત્યાના બદલામાં એક મિલિયન ડોલરની કરી માંગણી


બીજી મીટીંગમાં ઈરાને તેની સમક્ષ ઈઝરાયેલમાં આતંકવાદી હુમલો અને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ, સંરક્ષણ મંત્રી ગેલન્ટ અથવા શિન બેટના ચીફ રોનેન બારની હત્યાનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ તેના બદલામાં ઈઝરાયેલના નાગરિકે 10 લાખ ડોલરની રકમ માંગી હતી. જોકે ઈરાને તેને ફગાવી દીધી હતી. ઈરાને કહ્યું કે તેઓ સંપર્કમાં રહેશે. ઈરાને તેમને બેઠકમાં ભાગ લેવા માટે 5,000 યુરો ચૂકવવાની ખાતરી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application