અમદાવાદની હોસ્પિટલના બંધ રૂમમાંથી મળ્યો લટકતી હાલતમાં નર્સનો મૃતદેહ

  • January 16, 2023 06:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદમાં 3 દિવસથી ગુમ થયેલી નર્સનો હોસ્પિટલમાંથી મૃતદેહ મળ્યો છે. ચાંદખેડાની SMS હોસ્પિટલમાં નર્સ ફરજ બજાવતી હતી. 3 દિવસથી ગુમ થયેલી નર્સનો હોસ્પિટલના બંધ રૂમમાંથી લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. તેની સાથે એક સુસાઇડ નોટ પણ મળી અચ્યો છે. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણમાં યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. નર્સ હોસ્પિટલના 7માં માળે કામ કરતી હતી અને 3 દિવસથી ફરજ પર ન આવતા પરિવારને તેની જાણ કરાઈ હતી. નર્સની આત્મહત્યા કરેલી હાલતમાં લાશ મળતા પોલીસે તે દીશામાં તપાસ ચાલુ કરી છે. પરંતુ નર્સની હત્યા થઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. મહત્વનું છે કે નર્સ માનસિક વિભાગમાં સારવાર લેતી હોવાનો પણ હોસ્પિટલ તંત્રએ દાવો કર્યો છે. હાલ નર્સની હત્યા થઈ છે કે આત્મહત્યા તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application