કોડીનાર અંબુજાનગર ખાતે આંતરરાષ્ટ્ર્રીય મહિલા દિનની ઉજવણી પ્રસંગે સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળીની મહિલા અગ્રણીએ ગીર સોમનાથ જિલ્લ ામાં છડે ચોક ચાલતા દારૂ જુગારના હાટડા બધં કરવા જિલ્લ ા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા સમક્ષ રડતા રડતા રજૂઆત કરતા ચકચાર જાગી છે.
ગીર સોમનાથ જિલ્લ ામાં સંખ્યાબધં ઠેકાણે દેશી વિદેશી દારૂના હાટડા ખુલ્લ ેઆમ ચાલી રહ્યા છે. દેશી વિદેશી દારૂ ની લતે ચડેલા યુવાનોના કારણે અનેક ઘર બરબાદીના પંથે જઈ રહ્યા છે. દાડિયા પતિના ત્રાસથી સોરઠની અનેક મહિલાઓ ત્રાહિમામ પોકારી ગઈ છે તો ૩૦થી ૫૦ વર્ષની ઉંમરે કેટલીક મહિલાઓ વિધવાઓ બની રહી છે ત્યારે દારૂ ના દુષણમાંથી મુકિત અપાવવા માટે આંતરરાષ્ટ્ર્રીય મહિલા દિનની ઉજવણી પ્રસંગે હજારો મહિલાઓની વચ્ચે જિલ્લ ા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળીના સ્થાપક અને ગીર સોમનાથ જિલ્લ ામાં હજારો બહેનોને આત્મનિર્ભર કરનાર મહિલા અગ્રણી મોતીબેન ચાવડાએ રડતા ચહેરે વ્યસન મુકિત માટે જિલ્લ ાભરમાં ઠેકાણે ચાલતા દારૂના દૂષણ પર અંકુશ લાવવા માંગણી કરતા જિલ્લ ા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ મોતીબહેન ચાવડાના ભાષણની વચ્ચે ઊભા થઈને સોરઠ મંડળની મહિલાઓ દ્રારા આ બાબતે યારે ધ્યાન દોરવામાં આવશે તો તુરત જ પગલાં લેવડાવવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
અત્રે ઉલ્લ ેખનીય છે કે કોડીનાર શહેર તથા તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેકાણે દેશી વિદેશી દારૂ ના હાટડાઓ ખુલ્લ ેઆમ ચાલી રહ્યા છે તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ઘાંટવડ, નગડલા, સુગાળા, પિછવા, પીછવી, છારા, પણાદર, સિંધાજ, મુળદ્રારકા, બરડા સહિતના અનેક ગામોમાં સરેઆમ બેરોકટોક દેશીદારૂ ની મીની ફેકટરીઓ ધમધમી રહી છે જેમાં વધુ પૈસા કમાઈ લેવાની લહાઈમાં આ દેશી દારૂ માં ઝેરી તત્વો ઉમેરીને વધુ નશાકારક બનાવાય છે પરિણામે દારૂ ની લતે ચડેલો યુવાન અકાળે વૃદ્ધાવસ્થામાં આવીને મૃત્યુ પામે છે. જિલ્લ ા પોલીસ તત્રં દ્રારા વારંવાર દાના દુષણ અને ડામવા માટે ટીમો બનાવી ચેકિંગો હાથ ધરવામાં આવે છે તેમછતાં દારૂ ના ધંધાર્થીઓ કોઈપણ જાતના ડર વગર બેફામ દારૂ ના હાટડાઓ ચલાવાય છે ત્યારે આ તમામ ગેરકાયદેસર પ્રવૃતિને અંકુશમાં લેવી જરી બને છે મહિલા આંતરરાષ્ટ્ર્રીય દિનની ઉજવણી વખતે મહિલા અગ્રણીની રજૂઆત અને જિલ્લ ા કલેકટરે આપેલી ખાતરી આવનારા દિવસોમાં શું પરિણામ લાવશે તેના તરફ સોરઠ મહિલા મંડળની મીટ મંડાણી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યારી ડેમ નજીક અકસ્માત સર્જી નાસી રહેતા કારચાલકનો પીછો કરી લોકોએ દંડાવાળી કરી, જુઓ Video...
April 28, 2025 05:39 PMજામજોધપુરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દ્વારા મહારેલીનું આયોજન
April 28, 2025 05:35 PMહળવદ:ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે તંત્રની અણ આવડતને લીધે હજારો લિટર પાણીનો વેડફાટ
April 28, 2025 05:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech