નાનામવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અીકાંડ બાદ અહીં ગઈકાલે ગેમ ઝોનમાં ગોકાર્ટ બિલ્ડીંગની ઓફિસમાંથી બિયરનો જથ્થો હોવાનું સામે બાદ તાલુકા પોલીસ અહીંથી આઠ બિયરના ટીન કબ્જે કરી સંચાલક સામે ગુનો નોંધાયો હતો.
જાણવા મળતી વિગતો મુબજ, તાલુકા પોલીસ મથકના કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ મંગળસિંહે નોંધાવેલી ફરીયાદ મુજબ, ગઈ તા.૨૫ના નાનામવા મેઈન રોડ સયાજી હોટલની પાછળ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાનો બનાવ બન્યો હોય જેથી તેઓ ગઈકાલે બંદોબસ્તમાં હતાં ત્યારે તે જગ્યાએ આગ લાગવાના કારણે કાટમાળ ખસેડવાની કામગીરી ચાલુ હોય તે દરમ્યાન ટીવી માધ્યમોમાં ટીઆરપી ગેમ ઝોનમાં મેઈન ગેટની સામેના ભાગે આવેલ ગોકાર્ટ બિલ્ડીંગના પહેલા માળે સીડી ચડતા ડાબી બાજુએ આવેલ ઓફીસમાં બીયરના ટીન મળી આવેલ હોય જેથી સ્ટાફે જગ્યાએ જોતા એક ખોખામાં બીયરના ૦૮ ટીન જોવામાં આવતાં બિયરના ટીન કુલ .૧૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો.
જેથી ટીઆરપી ગેમ ઝોનમાં આવેલ ગોકાર્ટ બિલ્ડીંગના પહેલા માળે આવેલ ઓફીસના સંચાલકે પોતાના કબ્જામાં પરમીટ વગર બિયર રાખતાં આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવોંકળા સફાઈના નામે કરેલો ખર્ચ પાણીમાં, હજુ પણ ગંદકીના થર
July 05, 2024 07:04 PMઅઢી વર્ષ થી હત્યા નાં ગુન્હા માં નાસ્તા - ફરતા આરોપી ને ઝડપી પાડતી પોલીસ
July 05, 2024 07:02 PMઉના પંથકમાં ખડકાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા કલેકટરે અધિકારીને આદેશ કર્યો.
July 05, 2024 06:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech