શહેર નજીકના અધેવાડા ગામના યુવાન ને ત્રણ દિવસ પહેલા શખસોએ ઉઠાવી જઈ માર મારી ધાક ધમકી આપતા યુવકે ફોરેસ્ટ બિડની જગ્યામાં ઝેરી દવા પી લઈ આત્મ હત્યા કરી લીધી હતી. જે મામલે આખરે મૃતક યુવકના ભાઈની પોલીસે ફરીયાદ લઈ ગુનો દાખલ કર્યો હતો. મૃતકના ભાઈએ તેના ભાઈને યુવતી સાથે સબંધ હોવાની આશંકા રાખી તેની નજર સામેથી લઈ જઈ માર મારીને માનસીક ત્રાસ આપી મરવા મજબુર કરતા તેના ભાઈએ આત્મહત્યા કરી હોવાનું ફરીયાદમાં જણાવ્યુ હતું.
અધેવાડા ગામે બહુચર માંના મંદિર પાસે, જાદવ ફળીયુમાં રહેતા રાકેશભાઈ અશોકભાઈ જાદવને ગત તા. ૧ના રોજ રાત્રીના શખસોએ ઉઠાવી જઈ માનસીક ત્રાસ આપતા યુવાને પોતાના ઘરેથી બાઈક લઈ નિકળી જઈ ફુલસરીયા હનુમાનજી મંદિરની પાછળના ભાગે ફોરેસ્ટ બિડમાં જઈ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી હતી.ઘરેથી નિકળ્યા બાદ સવાર સુધી યુવાન ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરતા બાવળની કાંટમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈ પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અને પેનલ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયો હતો. દરમિયાન તેના પરિવારજનોએ ન્યાયની માંગણી સાથે મૃતદેહનો કબજો સંભાળવાનો ઈન્કાર કરી દીધા બાદ બિજા દિવસે કબજો સંભાળ્યો હતો. ઉક્ત મામલે આખરે ચાર દિવસ બાદ ગુનો દાખલ થવા પામ્યો હતો.
આ બનાવના પગલે મૃતક રાકેશભાઈના ભાઈ હિતેશભાઈ અશોકભાઈ જાદવે ભરતનગર પોલીસ મથકમાં આજ ગામના વિશાલ મેઘાભાઈ ભરવાડ, ભીલા ભરવાડ, કાળુ કાનાભાઈ ભરવાડ ભગો ભરવાડ અને એક અજાણ્યા શખસ સામે ફરીયાદ આપી જણાવ્યુ હતું કે, ઉક્ત તમામે ભેગા મળી તેઓના ભાઈ રાકેશભાઈને પોતાની જ્ઞાતીની યુવતી સાથે સબંધ હોય જેના કારણે ગત તા. ૧.૦૯ના રોજ રાત્રીના સુમારે તમારા ભાઈને પુછપરછ માટે લઈ જઈએ છીએ તેમ કહી તેની સામેથી તેના ભાઈને બાઈક ઉપર લઈ જઈ રાકેશભાઈને માર મારી ધોલથપાટ કરી મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેના ભાઈએ ઉક્ત શખસોની ધમકીથી ડરી જઈ ઉક્ત શખસો છોકરી બાબતે માનસીક ત્રાસ આપતા હોય જેના કારણે કંટાળી જઈને મરવા મજબુર કરતા તેના ભાઈએ ફોરેસ્ટ બીડમાં જઈ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. ઉક્ત ફરીયાદ અનુસંધાને ભરતનગર પોલીસે પાંચેય આરોપી સામે બીએનએસ ૧૦૮, ૫૪, મુજબ ગુનો દાખલ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech