ઉંદર પકડવાની જાળી ગ્લુટ્રેપનું વેચાણ કરનાર પાંચ વેપારી સામે ગુનો નોંધાયો

  • September 13, 2024 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા દ્રારા તાજેતરમાં ઉંદર પકડવાની જાળ ગ્લુટ્રેપના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબધં ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જે જાહેરનામાની હવે પોલીસે કડક અમલવારી શ કરી છે. જેના ભાગપે તાલુકા પોલીસ મથકના સ્ટાફે જીવરાજ પાર્ક મોટામવા અને નાનામવા વિસ્તારમાં પ્રોવિઝન સ્ટોરના પાંચ વેપારી સામે ગ્લુટ્રેપ રાખવા અંગે જાહેરનામા ભંગના ગુના નોંધવામાં આવ્યા છે.
જાણવા મળતી વિગતો મુજબ,પોલીસ કમિશનરના બ્લુ ટ્રેપ એટલે કે ઉંદર પકડવાની ઝાડ ના વેચાણ અને ઉત્પાદન અંગેના જાહેરનામાની કડક અમલવારી કરાવવા માટે તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી.એમ.હરીપરાની રાહબરી હેઠળ તાલુકા પોલીસ સ્ટાફ તપાસ તપાસમાં હતો દરમિયાન જીવરાજ પાર્ક વિસ્તારમાં પ્રોવિઝન સ્ટોરની દુકાનમાં ગ્લુટ્રેપ રાખનાર ત્રણ વેપારી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં જીવરાજ પાર્કમાં હરિકૃષ્ણ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવનાર મહેશ મધુભાઈ ગઢીયા (રહે. જીવરાજ પાર્ક ડ્રીમહિલ્સ), અહીં પટેલ પ્રોવિઝન નામની દુકાન ધરાવનાર પીન્ટુ જમનભાઈ ઠુંમર(રહે. જીવરાજ પાર્ક બસેરા હાઈટસ) આ જ વિસ્તારમાં સંસ્કૃતિ એપાર્ટમેન્ટમાં શ્રી અમુના પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવનાર ભાવેશ રતિભાઈ ફળદુ (રહે. ફોચ્ર્યુન હોટલની પાછળ વૃંદાવન એપાર્ટમેન્ટ) સામે જાહેરનામા અંગેની કાર્યવાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત તાલુકા પોલીસ મથકના સ્ટાફે મોટામવા ગરબી ચોક પાસે જનતા પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવનાર ફિરોજલી હબીબભાઈ મેંદરાણી (રહે. વર્ષા સોસાયટી મોટામવા) અને નાનામવા ગોવિંદ પાર્કની પૂજા કોમ્પ્લેકસમાં ખોડીયાર પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવનાર જયેશ ગોબરભાઇ (રહે ન્યુ ગાંધીનગર સોસાયટી ૪૦ ફટ રોડ ઓમ નગર) સામે દુકાનમાં ઉંદરની જાળી (ગ્લુટ્રેપ) નું વેચાણ કરી પોલીસ કમિશનરના જાહેરનામાનો ભગં કરવા અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application