રાજકોટના વિંછીયાના ગોરૈયા ગામે ભાદર નદીના પ્રવાહમાંથી ગાયનું કરાયું રેસ્ક્યુ

  • August 29, 2024 10:15 PM 

ગાય જેવા અબોલ પ્રાણી પ્રત્યે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુકંપા દર્શાવવામાં આવી હતી. ત્યારે રાજકોટના વિંછીયાના ગોરૈયા ગામે ભાદર નદીના પ્રવાહમાંથી ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.


વિગતવાર વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં તથા ઉપરવાસમાં અતિ ભારે વરસાદના કારણે નદી કિનારા વિસ્તારમાં પાણીનો પ્રવાહ વધુ જોવા મળી રહ્યો છે. ત્યારે કિનારાના વિસ્તારમાં અવર-જવર ન કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે. પણ કોઈ અણ બનાવ બને ત્યારે રાહત બચાવ ટીમ સ્થળ પર પહોંચીને રેસ્ક્યુ કરે છે. 


ગાયનું સફળતાપૂર્વક રેસ્ક્યુ 

ડિઝાસ્ટરની આ સ્થિતિમાં માનવ સહિત પશુ, પ્રાણીઓનું પણ મુશ્કેલીના સમયે રાહત બચાવ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે.  વિંછીયા તાલુકાના ગોરૈયા ગામે ભાદર નદીના પ્રવાહમાં ગાય તણાતા જસદણ નગરપાલિકાની ચીફ ફાયર ટીમના તરવૈયાઓ મારફત નદીની વચ્ચે પાણીમાં ગાયની પાસે પહોંચી ગાયનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને પ્રાણી પ્રેમની સરાહનીય મિસાલ પુરી પાડી છે. આ ગાયને  રાજકોટ એનિમલ હેલ્પલાઇનના ડોક્ટરો દ્વારા પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવી હતી. તેમ જિલ્લા વહીવટી તંત્રની અખબારી યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application